________________
ભાવને કપલતા.
૨૦૧
ચાલુ પ્રસંગે મરણને કાયદે વિગેરે સમજાવે છે – સર્વ જગના જીવને આ કાયદો લાગુ પડે, ધનવંત કે નિર્ધન ભલે તેલાય સવિ એકે ઘડે; ઉપ તે સંસાર ગમનાગમન જલપૂરે ભર્યો, તે ભયંકર નરકભૂમિ જેહ અજગર અહીં કાર૩ર
અર્થ–પાછલા લોકમાં જણાવ્યું કે જેટલા જમ્યા તે બધાને મરણ પામવાનું છે. આ કાયદો તમામ જગતના જીવને લાગુ પડે છે. કારણ કે ધનવાન હોય કે ધન રહિત હોય તે બધા એકજ ધડે તોલાય છે, એટલે બધાને આયુષ્ય પૂરું થયે મરણ અવશ્ય આવવાનું છે. પૂર્વે જણાવેલા મધુબિંદુના દષ્ટાંતમાં કુવે તે આ સંસાર જાણે. અને તે ગમનાગમન એટલે એક ભવમાંથી બીજા ભવમાં જવું અને ત્યાંથી આવવું તે રૂપ પાણીથી ભરેલું છે. તથા કુવામાં મેંહું પહોળું કરીને રહેશે જે અજગર કહ્યો ને ભયંકર નરભૂમિ જાણવી. ર૩ર
ચાલુ દષ્ટાંતની ઘટના સમજાવે છે – સ" તેહ કપાય વડનું ઝાડ જીવન જાણવું,
હુ ઉંદર છે તે અજવાલિઉં અંધારિઉં, મધમાખો તે વિવિધ વ્યાધિ જાણવી સંસારમાં, કીધું મધનું તે વિષયનો રાગ સુખ વૈરાગ્યમાં.ર૩૩
અર્થ-ચાર તે ચાર કપાયે જાણવા. અને વડનું ઝાડ તે પોતાનું જીવન (આયુષ્ય) જાણવું. તથા બે