________________
૧૯૪
શ્રી વિજયપદ્મસુકૃિત
ખાતાં અરિચ હાવે દશા છઠ્ઠી જિષ્ણુદા ખેલતા, સાતમી મૂર્છા કહી તિમ આઠમી છે ગાંડછા.રર૦
અર્થ :—(૩) ત્રીજી દશામાં તે રાગી લાંબા નિસાસા નાખે છે. (૪) ચેથી દશામાં તેને તાવ આવે છે. (૫) શરીર બન્યા કરે તે પાંચમી દશા તથા (૬) માવા ઉપર અરૂચિ-અપ્રીતિ ઉપજે છે તે છઠ્ઠી દશા જાણવી, એ પ્રમાણે જિનેશ્વરા કહે છે (૭) સાતમી દશામાં તેને મૂર્છા આવે છે. હિતાહિતનું ભાન રહેતું નથી. (૮) ગાંડછા એટલે જેમ તેમ એલે તે કામી પુરૂષની આઠમી દશા જાણવી. ૨૨૦,
છેલ્લી બે દશા અને ચાલુ પ્રસંગે ગીતાની પણ સંમતિ જણાવે છે:
બેશુદ્ધિ નવમી મરણ પામે એહ દશમી જાણિએ, રાગના પરિણામ આવા વિષયરતિને છેડીએ; આ વાત પણ રૂપાન્તરે ગીતા કબૂલે એહની, ટૂંકમાં બીના સુણીને છેાડ વૃત્તિ વિષય તણી.રર૧
અઃ—નવમી દશામાં તેને બેશુદ્ધિ આવે છે એટલે કે તેને ભાન રહેતું નથી. તથા મરણ થાય તે તેની છેલ્લી દશમી અવસ્થા જાણવી. રાગના પિરણામ આવા દુ:ખ આપે છે, એવું જાણીને વિષય રતિ એટલે કામ ક્રીડાના ત્યાગ કરવા. આજ વાતને રૂપાન્તરે એટલે બીજી રીતે ગીતા પણ કબૂલ રાખે છે. તેની હકીકત ટુંકમાં સાંભળીને તું વિષયની વૃત્તિ એટલે ભાવનાના ત્યાગ કરજે. ૨૨૧.