________________
ભાવના ક૫લતા
૧૯૩
વિષય રાગથી જોઈ રહી છે. તે પુરૂષ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તેના તરફ તે જોઈ રહી, પરંતુ છેટે જતાં જ્યારે તે દેખાતે બંધ થયે ત્યારે તરત જ તે સ્ત્રી બુરા-અશુભ મરણને પામી. આ પ્રમાણે વિષયના રાગે કરીને પરબવાળી સ્ત્રી મરણ પામી, એમ સમજીને હે જીવ! લગાર પણ વિષયમાં પ્રેમ રાખીશ નહિ. ર૧૮
કામની દશ દશા સ્પષ્ટ રીતે સમજાવે છે – કામ કેરૂં પ્રબલ સાધન રાગ ઈમ શ્રી વીર કહે, રાગિ માનવ કામની અંતિમ દશા મૃત્યુ લહે; તે કામની છે દશ દશા ત્યાં પ્રથમ ચિંતવના કરે, બીજી દશા તે ધારિએ જે દેખવા ઈચ્છા કરે. ૨૧૯
અર્થ:--ત્રિશલાનંદન શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે કામ એટલે વિષયનું મુખ્ય બળવાન સાધન રાગ છે. અને તે રાગવાળો માણસ કામની છેલ્લી દશા મૃત્યુને પણ પામે છે. તે કામની દશ દશાએ આ પ્રમાણે –(૧) રાગી જેની પ્રત્યે રાગ-વિષય વાસના જાગે તેની ચિન્તવના અથવા વિચારણા કરે છે. અને (૨) બીજી દશામાં તે રાગી જીવ સામાને જોવાની ઈચ્છા કરે છે. ૨૧૮
એ દશ દશાનું જ વર્ણન ચાલે છે– લાંબા નીસાસા નાંખવા એ જાણવી ત્રીજી દશા, તાવ આવે એહ ચેથી તનુ દહે પંચમ દિશા;