________________
ભાવના કલ્પલતા
૧૯૧
આ કારણે પરતંત્રતા આગમ તણી નિત રાખીએ, જિમ આત્મવિલાસ વધતાં મોહ ભૂપ હરાવીએ.૨૧૫
અર્થ-જિનેશ્વરના વચન રૂપી લગામ ઇન્દ્રિય રૂપી ઘડાને વશ રાખે છે. અને ચારિત્રના માર્ગે લઈ જાય છે, અને મનની ચંચળતાને દુર કરે છે. આ કારણથી આગમની પરતંત્રતા એટલે આગમના વચનને અનુસારે ચાલવાપણું હંમેશાં રાખવું, જેથી આત્માના વીર્યને ઉલ્લાસ વધવાથી મેહ રૂપી બળવાન રાજાનો નાશ કરી શકાય. ૨૧૫
વિષયની વિડંબના સમજાવે છે – નિંબકીટક નિંબને કડવો છતાં મઢે ગણે, વિષય કડવા તે છતાં મોહી જનો મીઠા ગણે, બળખા વિષે જિમમાંખ ચોટે વિષય બળખામાં તથા, અજ્ઞાન જન ચેટી જતાં મોહે લહૈ પુષ્કલે વ્યથા.૨૧૬
અર્થ:–જેવી રીતે લીંબડામાં ઉત્પન્ન થએલો કીડો લીંબડો કહે છતાં તેને મીઠે ગણે છે, તેવી રીતે વિષે પણ કડવા એટલે દુ:ખદાયી હોવા છતાં મહાસક્ત મનુષ્ય તે વિષયને મીઠા એટલે સુખ આપનારા છે, એમ માને છે. જેમ લીંટના બળખામાં માખી ચુંટે છે તેમ વિષય રૂપી બળ બામાં અજ્ઞાની મનુષ્ય ચુંટે છે એટલે વિષયમાં આસક્ત થાય છે. જેથી કરીને ઘણી વેદના ભેળવીને તરફડી તરફડીને મરણ પામે છે. ૨૧૬