________________
ભાવના ક૯પલતા
૧૮૯
માછલું રસના રસ ઝટ કણકને ખાવા જતાં, કાંટા વિષેજ ભરાય જીભ કપાય મૃત્યુ પામતા; વશ થાય શીઘ શિકારીને શબ્દ શ્રવણ રાગે કરી, હરિણ છેવટ મૃત્યુ પામે વેદના સહી આકરી.ર૧ર
અર્થ:–રસના રસે એટલે જીભના સ્વાદમાં આસક્ત થએલું માછલું કાંટામાં ભરાએલ કણકને ખાવા જતાં તેની જીભ કાંટામાં ભરાઈ જાય છે, તેથી કપાઈને મરણ પામે છે, તથા શબ્દ સાંભળવાન રાગને લઈને હરણીયા જહદી શિકારીને વશ થાય છે, અને આકરી વેદના સહન કરીને અંતે મૃત્યુ પામે છે. ૨૧૨ વળી ગંધ કેરી લાલચે ભમરા કમળ ડાડા વિષે, બીડાઇ મૃત્યુ પામતા દીવા તણી જ્યોતિ વિશે ઝપલાઈ મરત પતંગિયા દેખી દીપકની તને, આ ભાવના હૃદયે ઉતારી ચેત જીવ! તું ચેતને.૨૦૧૩
અર્થ –વળી નાકના વિષય ગંધને વિષે આસન થએલા ભમરા કમળના ડોડાને વિષે બીડાઈને મૃત્યુ પામે છે. તથા આંખના વિષય રૂપને વિષે આસક્ત થવાથી પતંગીયા દીપકને પ્રકાશ દેખી તેને વિષે ઝંપલાઈને મરણ પામે છે. આ પ્રમાણે એક એક ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી દુઃખ અને મરણની પ્રાપ્તિ થાય છે એ ભાવના એટલે વિચારણાને હૃદયમાં ઉતારીને હે જીવ! તું ચેતજે.એટલે ઇન્દ્રિયને વિષયમાં લગાર પણ આસક્તિ રાખીશ નહિ. ૨૧૩