________________
૧૮૮
શ્રી વિજયપધસૂરિકૃત રાવણ સરીખો રાજવી પણ નરક ચેથી પામિયો, આ ભવ વિષે પણ તેહની વહારે ન કેઈ આવિયો.ર૧૦
અર્થ – વિનશ્વર એટલે નાશવંત વિશે નિશ્ચય વિકરાળ એટલે ભયંકર દુઃખને આપનાર છે. આ મુદ્દો ભૂલી જનારા આદ્રકુંવરે સંયમને વિષે ખત્તા ખાધી એટલે ચારિત્રથી ભ્રષ્ટ થયા. રાવણ જે રાજા પણ વિષયના પાપને લીધે ચોથી નરકે ગયે, તેમજ આ ભવમાં પણ તેની મદદે કઈ આવ્યું નહિ. ૨૧૦
વિષય મરણ પમાડે છે, વિગેરે દષ્ટાંત સાથે ત્રણ માં જણાવે છે – એક પણ વિષયાનુરાગે જીવ મૃત્યુ પામતા, પાંચ વિષયે માંહિ રાગી નર મરણ બહુ પામતા;
સ્પર્શમાં આસક્તિ કરતાં હસ્તિ દરખિયો થઈ રડે, હાથિણી ચિતરેલ જેઈ કામ વશ ખાડે પડે.ર૧૧
' અર્થ–પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયમાંના એક પણ વિષયથી જ મૃત્યુને વશ થાય છે, તો પછી શબ્દાદિ પાંચે વિષયમાં આસક્ત મનુષ્ય ઘણીવાર મરણને પામે. અહીં દરેકનાં દષ્ટાંત આ પ્રમાણે-એક સ્પર્શ ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી ખાડામાં પડેલો હાથી દુઃખી થઈને રડે છે, તેથી તે આનંદથી હરી ફરી શકતા નથી, અને મનુષ્યના બંધનમાં રહેવું પડે છે. હાથી ખાડામાં ચિતરેલી હાથણ જોઈને કામવશ થઈ ખાડામાં પડી ઘણું દુખે ગવે છે.૨૧૧