________________
ભાવના કલ્પલતા '
૧૭૫
તેને કઈ લાકડી મારવા જાય ત્યારે તે બિલાડી મારના ભયને પણ ગણકારતી નથી તેવી રીતે વિષયમાં આસક્ત થએલે જીવ પણ મરણના ભયને ગણકારતો નથી. તેજ પ્રમાણે આ દુનિયાના ઘણું પૌદ્ગલિક પદાર્થો ભય સહિત જણાય છે તે છતાં બીન સમજણને લઈને મુઝાએલા સંસારી છે તે તે પદાર્થના ખરા સ્વરૂપને સમજતા નથી. ૧૮૯
ગથી સુખ હોયજ નહિ. વિગેરે જણાવે છે –
હે ભાઈ? તું સુખિયો થવાને સેવતે બહુ ભેગને, પણ સમજજે કે જરૂર દેશે તે ભયંકર રોગને; તેની પીડાઓ વેદતાં ચતુરાઈ તુજ શા કામની, પાપ કરતાં ચેતવું ના એ નિશાની ખેદની.૧૯૦
અર્થ–હે ભાઈ! તું સુખી થવાને માટે ઘણું પ્રકારના ભેગોનું સેવન કરે છે, પરંતુ તું ચોક્કસ જાણજે કે તે વિષયે તને ભયંકર રોગમાં સપડાવશે. પછી તે રેગની પીડાને ભેગવતાં તારી ચતુરાઈ શા કામમાં આવશે. એટલે રેગની પીડા ભોગવતાં તારી ચતુરાઈ તને બચાવી શકશે નહિ. માટે પાપ કરતી વખતે જે ચેતે નહિ એટલે તે પાપ કાર્ય કરતાં પાછા ન હઠે તે તે ખરેખર પસ્તાવાની નિશાની જાણવી. અથવા પાપ કરતાં ચેતવું એ ખેદની નિશાની નથી. એટલે જેઓ પાપ કર્મને કરતી વખતે સમજીને દૂર ખસે, તે તે ભયંકર રોગોની પીડા ભોગવતા નથી. અને એવી સાવચેતી ન રાખે, તે દુઃખી થાય છે. ૧૯૦