________________
ભાવના કલ્પલતા
૧૮૧ ભેગ તૃષ્ણાએ આ જીવને કે હેરાન કર્યો? તે જણાવે છે – સારી ગણીને ભેગતૃષ્ણ મોહથી મેહ્યા નરા, આ વિકટ સંસારે ભમે ન નિરાંતથી જપતા જરા; આણે બનાવ્યો જીવ ! તને કંગાલ ભીખારી સમે, તેથીજ ધાર્મિક કાર્ય કરતાં રાખતે તું અણગમો ૧૯૮ ' અર્થ–મનુષ્ય મોહને લીધે ભગતૃષ્ણને સારી ગણીને મુંઝાઈ જાય છે, તેથી આ ભયંકર સંસારને વિષે રખડયા કરે છે. અને કેઈ ઠેકાણે શાંતિથી જરા પણ જપતા નથી. હે જીવ! આ તૃષ્ણએ તને ગરીબ ભીખારી જે બનાવ્યું છે, અને તેથી કરીને ધર્મનાં કાર્યો કરતાં તેને કંટાળો થાય છે. ૧૯૮
મનને વશ કરવાથી થતા ફાયદા જણાવે છે – રઝળાવનારી ભીમ ભવસાગર વિષે મુજ જીવને, એવું વિચારી દેહ ઘરથી દૂર કાઢી તેહને, જેહ મનને વશ કરે તે ટાળતા સવિ દુઃખને, સવિ કર્મબંધન દૂર ફેંકી પામતા નિર્વાણને.૧૯
અર્થ –આ તૃષ્ણ મારા જીવને ભયંકર ભવરૂપી સમુદ્રમાં રખડાવનારી છે, એવું વિચારીને શરીરરૂપી ઘરમાંથી તેને દૂર કાઢીને જે જીવ મનને વશ કરે છે તે પોતાના સર્વ દુઃખને દૂર કરે છે. અને પિતાનાં સઘળાં કર્મનાં બંધનોને દૂર કરી એટલે સઘળાં કર્મોને નાશ કરીને મેક્ષ મેળવે છે. ૧૯