________________
૧૮૦
શ્રી વિજયપધસૂરિકત
અગ્નિ ધરાયે લાકડાથી નહિ જલધિ જિમ વારિથી; ભેગો ઘણાએ ભેગવ્યા પણ તેહ રજ ઘટતી નથી.૧૯૬
અર્થ:–હે જીવ! તને ઘણા વખતથી પાપ કરવાની કુટેવ એટલે ખરાબ ટેવ પડેલી છે તે તને ભેગણું એટલે વિષયની ઈચ્છા જ કરાવે છે, માટે તે ભગતૃષ્ણાને આજથી છેડી દે. જેમ અગ્નિ લાકડાથી સંતોષ પામતો નથી, તથા સમુદ્ર જેમ પાણીથી સંતોષ પામતું નથી તેવી રીતે તેં ઘણું ઘણું વિષયે ભેગવ્યા, તે પણ તે ભેગની લાલસા જરા પણ નાશ પામી નહિ. ૧૯૬
ભગતૃષ્ણાનું સ્વરૂપ સમજાવે છે – રજની વધારે તિમિરને તૃષ્ણા તથા રાગાદિને, તેના જ યોગે જીવ કરતે નિંધ સઘલા કર્મને, શબ્દાદિ ભોગવવા થકી તૃષ્ણ કદી શમશે નહિ, જલમાં રહેલા ચંદ્રથી તુજ કાર્ય કદિ સશે નહી.૧૭ ' અર્થ–હે જીવ! જેમ રાત્રી અંધકારને વધારે છે તેમ તૃષ્ણા એટલે વિષયની ઈચ્છા રાગ દ્વેષ વગેરેને વધારે છે, અને તેથી કરીને જીવ સઘળી જાતના નિંદવાયેગ્ય પાપ કર્મને કરે છે. જેવી રીતે પાણીમાં રહેલા ચંદ્રથી તારું કાર્ય સિદ્ધ થાય નહિ તેમ શબ્દ રસ વગેરે ઇન્દ્રિયના વિષયોને ભેગવવાથી તારી તૃષ્ણા-વિષય લાલસા કદાપિ શાંત થશે નહિ. એમ તારે નકકી સમજવું. ૧૯૭