________________
૧૭૪
શ્રી વિજ્યપધસૂરિકત
કારણ તણે અનુસાર હવે કાર્ય એ ના ભૂલીએ, નિંબ બીજને વાવતાં કિમ શેલડીને પામીએ.૧૮૮
અર્થ:–આપણી ઈન્દ્રિય મનની મદદથી એટલે મનમાં ઉત્પન્ન થતા સંકલ્પથી પોત પોતાના વિષયે પ્રત્યે દોડે છે એટલે પોત પોતાને ઇષ્ટ વિષયની ઈચ્છા કરે છે. આ આત્મા પણ નિમિત્તવાસી છે એટલે જેવું નિમિત્ત મળે તેવી આત્માની વૃત્તિ એટલે પરિણામ થાય છે. યાદ રાખવું કે-કારણ ને અનુસાર કાર્ય થાય છે એટલે જેવું કારણ મળે તેવું કાર્ય નીપજે છે. એ ભૂલવું નહિ. કારણ કે જે લીંમડાનું બી વાવ્યું હોય તો તેમાંથી શેલડી શી રીતે મેળવાય? એટલે તેમાંથી શેલડી ન મળે. એમ ચાલુ પ્રસંગે એમ સમજવું જોઈએ કે ધન અને વિષયાદિની મમતા દુઃખનું કારણ છે. તેવી મમતાથી સુખ મળે જ નહિ. વૈરાગ્ય, તપ, સંયમની નિર્મલ સાધના પ્રભુપૂજા-સામાયિક-પ્રતિકમણ, પૌષધ, ઉપધાનવહન દાન-શીલ, ભાવના વિગેરે સુખના સાધનેને સેવીએ, તે જ સુખ મળી શકે. ૧૮૮
| વિષયરોગી જીનું સ્વરૂપ જણાવે છે – જિમ બિલાડી દૂધ પીતાં લાકડીના ભારને, વિષયરોગી જીવ પણ તિમ મરણ ભયને ના ગણે; દુનિયા તણા પુષ્કલ પદાથે ભય સહિત ઈમ દીસતા, તેયે અધે મૂઢ જી સત્યને ના સમજતા.૧૮૯
અર્થઃ—જેવી રીતે બિલાડી દૂધ પીતી હોય તે વખતે