SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી વિજ્યપધસૂરિકત કારણ તણે અનુસાર હવે કાર્ય એ ના ભૂલીએ, નિંબ બીજને વાવતાં કિમ શેલડીને પામીએ.૧૮૮ અર્થ:–આપણી ઈન્દ્રિય મનની મદદથી એટલે મનમાં ઉત્પન્ન થતા સંકલ્પથી પોત પોતાના વિષયે પ્રત્યે દોડે છે એટલે પોત પોતાને ઇષ્ટ વિષયની ઈચ્છા કરે છે. આ આત્મા પણ નિમિત્તવાસી છે એટલે જેવું નિમિત્ત મળે તેવી આત્માની વૃત્તિ એટલે પરિણામ થાય છે. યાદ રાખવું કે-કારણ ને અનુસાર કાર્ય થાય છે એટલે જેવું કારણ મળે તેવું કાર્ય નીપજે છે. એ ભૂલવું નહિ. કારણ કે જે લીંમડાનું બી વાવ્યું હોય તો તેમાંથી શેલડી શી રીતે મેળવાય? એટલે તેમાંથી શેલડી ન મળે. એમ ચાલુ પ્રસંગે એમ સમજવું જોઈએ કે ધન અને વિષયાદિની મમતા દુઃખનું કારણ છે. તેવી મમતાથી સુખ મળે જ નહિ. વૈરાગ્ય, તપ, સંયમની નિર્મલ સાધના પ્રભુપૂજા-સામાયિક-પ્રતિકમણ, પૌષધ, ઉપધાનવહન દાન-શીલ, ભાવના વિગેરે સુખના સાધનેને સેવીએ, તે જ સુખ મળી શકે. ૧૮૮ | વિષયરોગી જીનું સ્વરૂપ જણાવે છે – જિમ બિલાડી દૂધ પીતાં લાકડીના ભારને, વિષયરોગી જીવ પણ તિમ મરણ ભયને ના ગણે; દુનિયા તણા પુષ્કલ પદાથે ભય સહિત ઈમ દીસતા, તેયે અધે મૂઢ જી સત્યને ના સમજતા.૧૮૯ અર્થઃ—જેવી રીતે બિલાડી દૂધ પીતી હોય તે વખતે
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy