________________
ભાવના ક૯પલતા
૧૬૯
ભાવનગર નરેશ ધાંગધ્રા નરેશ તણી દીસે, પલ્ટન જિનાલય દ્ર દવજ રથ ચાંદીના સાથે વસે.૧૮૦
અર્થ:–તેમના સંઘમાં આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી વિગેરે મેટા આચાર્યાદિ સાધુ તથા સાધ્વીઓની સંખ્યા સે હતી. યાત્રાળુઓની સંખ્યા દશ હજારની હતી. ગાડાં વિગેરે વાહનોની સંખ્યા પણ તેરસોની હતી. સાથે ઉત્તમ બેંડ વાજિંત્ર તથા નિશાન ડંકા શોભી રહ્યા હતા. તે સાથે ભાવનગરના રાજાની અને ધાંગધ્રાના રાજાની પટને ચાંદીનું જિનાલય, ઈન્દ્રધ્વજ તથા ચાંદીના રથ વિગેરે પણ સંઘમાં શોભતા હતા. ૧૮૦ હાથી વધારે સંઘ શેભા દાન પણ રસ્તે દીએ, નેમિસુરિ ગુરૂના વચનથી સાત ક્ષેત્ર સાચવે; તીર્થમાલા પહેરવામાં પણ દ્રવિણને ખરચિએ, પ્રાગ્વાટ જગડુશા પ્રમુખ દૃષ્ટાંત નિત સંભારીએ.૧૮૧
અર્થ –આ સંઘમાં હાથી પણ સાથે હતો. સંઘવી માણેકલાલ મનસુખભાઈ દાન પણ આપતા હતા. સંઘમાં સાથે આવેલા ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી સાતે ક્ષેત્રોમાં ઉલ્લાસથી દ્રવ્યનો સદુપયોગ કરતા હતા એ પ્રમાણે તીર્થમાલા પહેરવામાં પણ અનિત્ય દ્રવ્યને જરૂર વાપરવું. આ બાબતમાં ભવ્ય જીએ પોરવાડ જગડુશા વિગેરેનાં હંમેશાં યાદ કરવાં. ૧૮૧