________________
૧૬૨
શ્રી વિજયપધસૂરિક્ત
નગરને વિષે બહોતેર હજાર ટંક (સોનાના સિક્કા) ખરચીને ત્રણસો સાઠ વાતને (ગુમાસ્તાઓને) પિતાના સરખા બનાવ્યા. ૧૬૬
આભૂસંઘવીની બીના જણાવે છે– તેમની પાસે કરાવે ભક્તિ સાધર્મિક તણી, વર્ષ દિન સમ લાભ લેતા ધન્ય માતા એહની, એમ આભૂસંઘવીની ભક્તિ ઉત્તમ જાણીએ, નવકારના ગણનારને સાગ સોનૈયા દીએ. ૧૬૭
અર્થ–તે જગસિંહ શેઠ તે વાણોતરની પાસે અનુક્રમે ૩૬૦ દિવસ સુધી સાધર્મિક ભાઈઓની ભક્તિ કરાવતો હતો. એ પ્રમાણે વર્ષના ત્રણસો સાઠ દિવસ એટલે લાભ મેળવો હતે. આવા ઉત્તમ પુરૂષની માતાને ધન્ય છે. એવી રીતે આભૂ સંઘવીની સાધર્મિક ભક્તિ અપૂર્વ હતી. તેમજ સારંગ નામના શેઠ નવકારના ગણનારને સેનામહોર આપતા હતા. ૧૬૭ રૂણ્ય કંચન પર્વતે મોટા ભલે શા કામના, નિંબાદિ ચંદનમય બનાવે મલય આખરી નામના; ધનિક ધનને તીર્થ યાત્રા તીર્થમાલદઘટ્ટને, જરૂર ખરચે યાદ કરી ગોવાલના દૃષ્ટાંતને. ૧૬૮
અર્થ--રૂપાના અથવા સેનાના મેટા પર્વતે ભલેને હેય પણ તે શા કામના એટલે નિરર્થક જાણવા. પરંતુ જે લીમડા વગેરે અન્ય જાતિના વૃક્ષોને પણ ચંદનમય બનાવે