________________
શ્રી વિજયપધસૂરિકૃત
આ ચાર ભાગાના સંબંધમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હરિભદ્ર સૂરિજીએ શ્રી અષ્ટક નામના પ્રકરણમાં નીચેના ચાર લેક જણાવ્યા છે તે આ પ્રમાણે–
गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादधिकं नरः । याति यद्वत् सुधर्मेण, तद्वदेव भवाद्भवम् ॥ १ ॥ गेहाद गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः । याति यद्वदसद्धार्मात्तद्वदेव भवाद् भवम् ॥ २ ॥ गेहाद गेहान्तरं कश्चिदशुभादितरन्नरः । याति यद्वत्सुधर्मेण, तद्वदेव भवाद् भवम् ॥ ३ ॥ गेहाद गेहान्तरं कश्चिदशुभादधिकं नरः । याति यद्वन्महापापात्तद्वदेव भवाद् भवम् ॥ ४ ॥
અર્થ –જેમ કેઈ મનુષ્ય સારા ઘરમાં રહેતા હોય, અને તે ઘર બદલીને તેથી પણ વધારે સારા ઘરમાં જાય, તેમ જે જીવ ચાલુ ઉત્તમ મનુષ્યાદિ ભવમાં જીવદયા વિગેરે ધર્મારાધન કરે છે, અને તે ધર્મારાધનના ફલરૂપે અહીંથી મરીને પહેલાંના સ્થાન કરતાં વધારે સારૂં દેવાદિ ભાવ રૂ૫ (ચઢીયાતું) સ્થાન પામે. એટલે પાછલા ભવમાં જે પુણ્યકર્મ બાંધ્યું તેથી અહિં ઉત્તમ મનુષ્યપણું વિગેરે પામે છે, અને ભવાન્તરમાં ઉત્તમ દેવતાઈ ઋદ્ધિ વિગેરે પામે તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય, અને તે જ્ઞાનપૂર્વક નિયાણા રહિત ઉત્તમ અનુષ્ઠાનની સાધના કરવાથી બંધાય છે. આ બાબતમાં શ્રી ભરત મહારાજા વિગેરેની બીના અત્યંત પ્રસિદ્ધ છે. તે ૧૫
જેમ કેઈ મનુષ્ય સારા ઘરમાં રહેતો હોય તે ઘર