________________
શ્રી વિજ્યપરિકૃત
ભાવતાં મોક્ષના અથવા સ્વર્ગના સુખને પામ્યા છે. ૨૫. મારે ઋષભ કરી રહ્યા છે તે ચાલે તમને તમારા પુત્રની અદ્ધિ દેખાડું, એ પ્રમાણે કહીને મરૂદેવાને હાથી ઉપર બેસાડીને સમવસરણની તરફ લઈ જાય છે. દુંદુભિના શબ્દ સાંભળીને હર્ષનાં આંસુ આવે છે, અને પુત્રને સમવસરણમાં બેઠેલા જુવે છે. પુત્રની ઋદ્ધિ જઈને રાજી થાય છે, પણ એટલામાં વિચાર આવે છે કે હું તે પુત્ર પુત્ર કરીને લગભગ આંધળી થઈ ગઈ અને આ અપૂર્વ ઋદ્ધિને ભગવનાર પુત્ર તે મારી ખબર પણ લેતા નથી. આટલા દે સેવામાં છતાં એક દેવને પણ મારી ખબર કાઢવા મોકલ્યો નહિ, તે આવા પ્રકારના મારા એક પક્ષીય સ્નેહને ધિક્કાર છે. આ પુત્ર તો વીતરાગ થયો છે એટલે એણે તે રાગદ્વેષ જીત્યા છે પછી એને મારા પ્રત્યે રાગ કયાંથી હોય. ભૂલ તો મારી જ છે કે હું તને લીધે આ વાત અત્યાર સુધી સમજી નહિ. આ સંસારમાં કોઈ કોઈનું નથી, પુત્ર કાણુ અને માતા કોણ? આવી ભાવનામાં આરૂઢ થએલા મરૂદેવા માતાને હાથી ઉપર બેઠાં બેઠાંજ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ વખતે આયુષ્ય પણ પૂર્ણ થયું હોવાથી અંતગડ કેવલી થઈને મેક્ષે ગયા.
૫ શ્રેયાંસ કુમાર --તે શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલીના પુત્રના પુત્ર થાય, તેમને પ્રભુશ્રી ઋષભદેવની સાથે પૂર્વ ભથી સંબંધ હતા. ઋષભદેવના વખતમાં યુગલિક દાનધર્મને જાણતા ન હતા. કારણકે તેઓ ભકિક હતા. પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ હાથી, ઘોડા, હીરા, માણેક વગેરે પ્રભુ આગળ મૂકે છે, પણ પ્રભુ તો ત્યાગી હોવાથી એ વસ્તુ લેતા નથી, પરંતુ પ્રભુને એષણીય આહાર આપવાની કોઈને સમજ પડતી નથી, તેથી પ્રભુને લગભગ બાર માસના ઉપવાસ થયા છે. પ્રભુ વિચરતા વિચરતા શ્રેયાંસકુમારના મહેલ પાસેથી જાય છે. ત્યારે કોલાહલથી પ્રભુ આવ્યાના સમાચાર જાણી એકદમ ઉઠીને પ્રભુને વાંદવા જાય છે. પ્રભુને વેશ જોતાંજ તે એમ વિચારે