________________
શ્રી વિજ્યપદ્યસૂરિકૃત
નામે પ્રતિવાસુદેવ હતો. તેને નિમિત્તિઓએ કહ્યું કે અમુક ઠેકાણે રહેલે સિંહ જે ખેડુતોના શાલીના (ડાંગરના) ખેતરમાં નુકસાન કરે છે તે સિંહને મારનાર (વાસુદેવને જીવ) તમને હણશે. તે ઉપરથી પ્રતિવાસુદેવે પ્રજાપતિ (જેઓ ત્રિપૃષ્ઠના પિતા હતા.) રાજાને સિંહને હણવા માટે હુકમ કર્યો. ત્યારે પિતાને બદલે ત્રિપૃષ્ઠ ગયા. ત્યાં ક્ષેત્રમાં સિંહને જે ને તે નિઃશસ્ત્ર હોવાથી પોતે પણ શસ્ત્ર રહિત થઈને સિંહ સામે યુદ્ધ કરવા લાગે, અને તેના બંને હેઠને પકડી તેને વસ્ત્રની જેમ ચીરી નાખે. એ સિંહ ત્યાંથી મરી નરકાદિના અનેક ભ કરી, મહાવીર સ્વામીના વખતમાં સુદંષ્ટ્ર નામે નાગકુમાર દેવ થયો હતો. એક વખત પ્રભુ છદ્મસ્થપણુમાં વિહાર કરતા ગંગા નદીના કાંઠે આવ્યા. અને સામે કાંઠે જવા માટે એક નાવમાં બેઠા. તે વખતે સુદંષ્ટ્ર નાગકુમારે અવધિજ્ઞાનથી પ્રભુને “પતાને સિંહના ભવમાં મારનાર જાણીને ” કોધાવેશમાં આવી મહાવાયુ વિસ્તારીને તે નાવ ડૂબાવવા લાગ્યા. પરંતુ પ્રભુ તે બીલકુલ ભય પામ્યા નહિ. તે વખતે સંબલ અને કંબલ નામના બે દેવોએ તે સુદંષ્ટ્ર સાથે યુદ્ધ કરી તેને હરાવી નસાડી મૂળે, ને નાવની રક્ષા કરી.
વળી જ્યારે પ્રભુએ લાટ દેશમાં વિહાર કર્યો ત્યારે ત્યાંના ઘણુ મનુષ્યએ ઘણું જાતનાં ઘોર–ભયંકર ઉપસર્ગો કર્યા. પરંતુ નિર્મમ એટલે જેમને શરીર પ્રત્યે બીલકુલ મમતા નથી એવા પ્રભુએ તો હશે (આ ઉપસર્ગો પોતાના કર્મની