________________
ભાવના કલ્પલતા
૧
એટલે સુંદરતા, દાન વ્યસનિતા એટલે દાન આપવાની ટેવને તથા ચિરસ્નેહ એટલે ઘણા લાંબા વખતના પરસ્પરના પ્રેમને પણ તે ગણતા નથી. ૬૫
આચાર ઉત્તમ તત્ત્વષ્ટિ સત્ત્વતેજ ગુમાવતા, દ્રવ્યની મમતા નચાવે વિબુધ એમ વિચારતા; સ્વપ્નમાં આવેલ પણ ધન દેહ મિલન બનાવતું, દૃષ્ટાંત ચરૂને પામનારે એમ શાસ્ત્ર જણાવતુ. ૬૬
અ:—વિબુધ એટલે પંડિત પુરૂષા એવા વિચાર કરે છે કે દ્રવ્યની મમતા પેાતાના ઉત્તમ આચરણને, ઉત્તમ તત્ત્વની કિના, સત્ત્વ એટલે ધૈર્યના અને તેજનેા નાશ કરે છે અને મનુષ્યને મરજી મુજબ નચાવે છે. પ્રત્યક્ષ દેખાતુ ધન આ પ્રમાણે કરે છે, એટલુંજ નહિ પણ સ્વપ્નમાં મળેલુ (જોએલ) ધન પણ પોતાના શરીરને મલીન બનાવે છે. અહીંઆં તે વિષે શાસ્ત્રમાં જણાવેલું ચરૂ પામનારનું દૃષ્ટાન્ત જાણવું.
ચરૂ પામનારનું દષ્ટાન્ત આ પ્રમાણે:—એક માણસ ધનને વિચાર કરતા સૂઇ ગયા. તેને રાતમાં સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તે થડિલ જવા ગયા. ત્યાં જમીન ઉપરની ધૂળ આડી અવળી કરતાં ચરૂ દેખાયે!. તેને મ્હાર કાઢીને સાફ્ કરવા તળાવ ઉપર ચરૂ લઇને ગયા, તે સાફ કરે છેતેવામાં આવાનું ટાળુ ત્યાંથી નીકળ્યું. તેમણે પૂછ્યું કે આ શું છે, પેલા માણસને લાગ્યું કે ખરૂ કહીશ તો મારામાંથી ભાગ