________________
૧૦૪
શ્રી વિજ્યપદ્યસૂરિકૃત
વજેન્દ્ર નીલાંજન શશિ રવિકાંત રિષ્ટાંતણા, પરવાલ કર્કેતન રજત કંચન ઉપલ ચંદન તણ. ૭૯
શુભ ક્ષેત્રે ક્યા ક્યા તે ગણવે છે –
અર્થ –૧ બિંબ એટલે જિનેશ્વરની પ્રતિમા, ૨ જિનપ્રાસાદ એટલે દહેરાસર, ૩ જૈનાગમ એટલે જેન સિદ્ધાંત અથવા જેન શાસ્ત્ર, તથા ૪–૭ ચતુર્વિધ સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર મળી કુલ સાત ક્ષેત્રોને મુખ્યતાએ શુભ ક્ષેત્ર કહ્યાં છે. એમ શ્રીગશાસ્ત્રાદિના વચનથી જાણવું. તેમાં પ્રથમ બિંબ એટલે જિનેશ્વરની પ્રતિમા
ક્યા ક્યા પદાર્થોની બને છે? તે જણાવે છે–વજી રત્નની, ઈન્દ્રનીલની, અંજનરત્નની, શશિકાંતરત્નની (ચંદ્રકાંતરત્નની) રિઝરત્નની, અંકરત્નની, પરવાલાની, કકેતન રત્નની, રજત એટલે રૂપાની, કંચન એટલે સેનાની, ઉપલ એટલે પત્થરની તથા ચંદનની પ્રતિમા ભરાવી શકાય છે. ૭૯
કઈ રીતે કેવા બિંબ ભરાવવા? તે જણાવે છે – શ્રેષ્ઠ મૃત્તિકાદિના, શુભ લક્ષણોથી શોભતા, સુંદર ભરાવે બિંબ ગુણિજન દ્રવ્ય અસ્થિર માનતા; શકિતભાવ પ્રમાણ ખરચી બહુ ઉમંગે રાચતા, નરદેવ ભવના પૂર્ણ વિભવ મેક્ષને ઝટ પામતા. ૮૦
અર્થ –અને ઉત્તમ માટી વગેરેના સારા લક્ષણોથી શેભાયમાન એવા સરસ જિનબિંબ એટલે પ્રતિમાઓને દ્રવ્યને અસ્થિર માનતા ગુણિજન એટલે ગુણ પુરૂષે ભરાવે છે. એ