________________
ભાવના કલ્પલતા
૧૪૭
રાજની ભક્તિ કરે તે સાથે એ સાધુ મહારાજની કહેલી ભક્તિ પ્રમાણે સાધ્વી વર્ગની એટલે સાધ્વીઓના સૂમૂહની પણ ભક્તિને ભૂલે નહિ. તેમને પણ અશનાદિક તથા સંયમના ઉપકરણો હેરાવવા. બંને હાથ જોડી સુખશાતા પૂછવી. અને દરરોજ એવી ભાવના ભાવે કે સાધુ મુનિરાજ તથા સાધ્વીજી એ બંને મુક્તિપથના એટલે મોક્ષ માર્ગના સાધનારા છે. માટે હે જીવ ? તે બંનેની તું જરૂર ભક્તિ કરજે. ૧૪૧ વળી ઉતરવાને ઉચિત ઘર નિગેહ પાસે દીજીએ, નાસ્તિક દુરાચારી ન ફાવે એજ મુદ્દો જાણિએ; સ્ત્રી વર્ગ પાસે તેમની ભલી ભક્તિ નિત્ય કરાવિએ, પરિવાર પણ જિન ધર્મ રંગી થાય એવું કે જીએ.૧૪૨
અર્થ:–વળી સાધ્વીજીને ઉતરવાને માટે પિતાના ઘર પાસે ઉચિત ઘર એટલે જ્યાં સાધ્વીઓની મર્યાદા સચવાય તેવું સ્થાન આપીએ. અહીં મુખ્ય મુદ્દો એ ધ્યાનમાં રાખવાને કે નાસ્તિક તથા દુરાચારી એટલે ખરાબ આચારણવાળા પિતાને દુષ્ટ હેતુ સાધવામાં ફાવી ન જાય. વળી સ્ત્રી વર્ગ એટલે પિતાના ઘરનાં બૈરાં (માતા, બહેન, પુત્રી સ્ત્રી વગેરેની) પાસે હંમેશાં તેમની સારી રીતે ભક્તિ કરાવીએ. તથા શ્રાવકે પોતાના પુત્ર, પુત્રી વગેરે પરિવાર પણ જિન ધર્મ રંગી એટલે જિન ધર્મને વિષે રાગવાળે થાય તેવી યોજના કરીએ. ૧૪ર ચારિત્ર લેવા સજજ પુત્રી આદિ ઝટ હરાવીએ, ને સ્મારણાદિક સાધને નિજ માર્ગમાં થિર કીજીએ,