________________
૧૪૫
અઃ—એ પ્રમાણે જ્ઞાનની મહત્તા સાંભળીને શ્રી વસ્તુપાલ મન્ત્રીધરે અઢાર ક્રોડ પ્રમાણુ દ્રવ્ય ખરચીને જ્ઞાનમાં નેહ એટલે સ્નેહ ધારણ કરીને ત્રણ જ્ઞાનભંડારા કરાવ્યા. વળી આબુ શેઠે ત્રણ ક્રોડ ધન વાપરીને સર્વ સૂત્રની એટલે સર્વ આગમાની એક એક પ્રત સાનેરી અક્ષરે લખાવી. તથા તેણે પર ગ્રંથની એટલે બીજા ગ્રંથાની પણ ઘણી પ્રતા લખાવી. ૧૩૮
ભાવના કલ્પલતા
સાત ક્ષેત્રોમાં અનિત્ય લકમી વાપરવાનું જણાવે છે:--- શુભ સાધુ સાધ્વી શ્રાવકેાતિમ શ્રાવિકા શ્રી સંધએ ત્યાં શ્રેસચમ સાધનારા સાધુ સાધ્વી એિ; ધનવાન અશનાદિક દવા ધર્મધ્વજાદિક પાતરાં, દાંડા પ્રમુખ મુનિને દીએ નહિ શક્તિ છૂપાવે જરા.૧૩૯
અર્થ:——ઉત્તમ સાધુ, સાધ્વી, શ્રાવકો તથા શ્રાવિકા એ ચાને ચતુર્વિધ સંઘ કહેલ છે. તેમાંથી સંયમ એટલે ચારિત્રને સાધનારા સાધુ અને સાધ્વીને શ્રેષ્ટ જાણવા. કારણુ કે તેઓએ પાપવાળા બધા વ્યાપારના ત્યાગ કર્યો છે. માટે પાતાથી શ્રેષ્ટ એવા સાધુ સાધ્વીને-ધનવાન શ્રાવકાએ અશનાર્દિક એટલે આહાર, પાણી, ખાદિમ તથા સ્વાદિમ, આપવા. વળી કેઈને દવાની જરૂર હાય તા દવા આપવી. તથા ધર્મની ધ્વજા રૂપ આદ્યા પાતરાં, દાંડા વગેરે પેાતાની શક્તિ પ્રમાણે આપે. તેમાં જરા પણ શક્તિ છુપાવે નહિ. એટલે શક્તિ પ્રમાણે મુનિને ઉપકરણેા આપે, પરન્તુ છતી શક્તિએ સુપાત્રદાનની ઉપેક્ષા ( અવગણના ) ન કરે ૫ ૧૩૯ ૫
૧૦