________________
૧૪૪
શ્રી વિજયપધસૂરિકૃત પ્રમાણ વ્યાકરણ આદિ સર્વ શાસ્ત્રો બનાવ્યાં, તે વ્યાકરણ આદિકની દરેકની એકવીસ એકવીસ પ્રતિઓ લખાવી. એ સર્વ પ્રતિઓ સાતસો લહીયા રાખીને તેમની પાસે લખાવી. અને નાના-જ્ઞાનના એકવીસ નિધિ-ભંડાર કરાવ્યા, માટે એ પ્રમાણે જે શ્રાવકો જ્ઞાનની ભક્તિ કરે તેજ જ્ઞાનના સાચા ભક્તિરાગવાળા જાણવા. ૧૩૬ મતિમંદતાના કારણે પુસ્તક વિના ચાલે નહિ, તે કારણે શ્રાવક લખાવે શાસ્ત્ર એ સંગત સહી; આ જ્ઞાનથી પ્રતિમા મહત્તા દાનશાલા ધર્મની. ભંડાર વિદ્વત્તા મળે જે ભક્તિ કરીએ જ્ઞાનની.૧૩૭
અર્થ આ પાંચમા દુ:ખમ નામના આરામાં મતિમંદતા એટલે બુદ્ધિની ઓછાશથી પુસ્તક વિના ચાલતું નથી. તે કારણથી શ્રાવકે શાસ્ત્ર લખાવે તે વ્યાજબીજ છે. આ શ્રત જ્ઞાનથી પ્રતિમા મહત્તા એટલે પ્રતિમાનું માહાત્ય સમજાય છે. તથા જ્ઞાન ભંડાર એ ધર્મની દાનશાળા સમાન છે. કારણ કે તેથી જૈનધર્મ અને આત્મતત્વ વિગેરે પદાર્થો સંબંધી જ્ઞાન મેળવી શકાય છે. તેમજ જ્ઞાનની સાચી ભક્તિ કરવાથી વિદ્વત્તા (પંડિતાઈ) પ્રાપ્ત થાય છે. ૧૩૭ ઈમ સાંભળી શ્રી વસ્તુપાલ અઢાર કેડી દ્રવ્યને, વાપરી ત્રણ નિધિ કરાવે જ્ઞાનમાં ધરી નેહને, શેઠ આભૂ વાપરી ત્રણકેડિ ધન સવિ સૂત્રની. એકેક પ્રત સેનેરી સહીથી ઘણી પ્રતે પરગ્રંથની ૧૩૮