________________
૧૪૨
શ્રી વિજ્યપધસૂરિકૃત
પાઠકતણું વસ્ત્રાદિથી સન્માન કરતાં ભક્તિથી, સર્વજ્ઞ પદવી પામીએ મેં એમ જાણ્યું શાસ્ત્રથી.૧૩૩
અર્થ:--આવરણ એટલે જ્ઞાનાવરણી કર્મને ક્ષય ઉપશમ એટલે ક્ષપશમ પામી સર્વ શાસ્ત્રને નિર્મલ અભ્યાસ કરે છે. તેથી સર્વ ભાવે એટલે પદાર્થોનું અથવા અવસ્થાઓનું સ્વરૂપ પ્રગટ જણાવે છે. અને બીજા ભવમાં નિર્વાણ એટલે મેક્ષ પણ મેળવે છે. વળી જેઓ પાઠતણું એટલે વિદ્યાગુરૂનું વસ્ત્ર વગેરેથી ભક્તિપૂર્વક સન્માન કરે છે, તેઓ સર્વજ્ઞ પદવીને પામે છે એ પ્રમાણે મેં શ્રી જેનેન્દ્ર શાસ્ત્રથી જાણ્યું છે. ૧૩૩ બહુ માનથી નિર્મલ ધને હુંશિયાર લેખકની કને, શ્રી તાડકાગદ પ્રમુખમાં અંગાદિ ઉત્તમ શાસ્ત્રને ચેખા લખાવી વાંચવા સંવિ ગુણિ ગીતાર્થને. બહુમાન ધરીને આપિએ સુણિએ વિધાને પૂજીને.૧૩૪
અર્થ–બહુ માન પૂર્વક હેશિયાર સારા અક્ષર લખનાર લેખક એટલે લહીયાની પાસે તાડપત્ર તથા કાગળ વગેરેને વિષે શ્રી આચારાંગ વગેરે અંગે અને ઉપગ રૂપ શ્રી જિનરાજ પ્રણીત ઉત્તમ શાસ્ત્રોને લખાવવાં. એ રીતે પિતાના નિર્મલ એટલે ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ઉપગ કરે, અને એ પ્રમાણે ચોખા એટલે શુદ્ધ લખાવીને સંવિગ્ન એટલે વૈરાગ્યવાન અને ગુણવાન ગીતાર્થને એટલે સૂત્ર અર્થના યથાર્થ જાણકાર ગુરૂને શ્રાવકોએ બહુમાનથી