________________
૧૫૬
શ્રી વિજયપધસૂરિકૃત
શેઠ કસ્તુરભાઈ “ગંગાબાઈ કન્યાશાલને, થાપતા શુભ આશયે ખરચી હજારે દ્રવ્યને; બાલ સંસ્કૃતિ કામ આવે વિનાદિક કાલમાં, ઝાડ કુમળું જેમ વાળો તિમ વળે ત્યે ધ્યાનમાં ૧૫૭
અર્થશેઠ કસ્તુરભાઈ લાલભાઈએ પોતાના દાદીમાની યાદગિરિમાં હજારો રૂપીઆને ખરચ કરીને બાળાઓને ધર્મને સારા સંસ્કાર પડે એવા સારા ઈરાદાથી “ગંગાબાઈ કન્યાશાલા” નામની કન્યાશાલાની સ્થાપના કરી. બાળપણમાં ધર્મના સારા સંસકાર જે પડ્યા હોય તો તે યૌવન અવસ્થામાં એટલે જુવાનીમાં બહુ ઉપયોગી નિવડે છે. કારણ કે કુમળા ઝાડને જેમ વાળવું હોય તેમ વાળી શકાય છે પરંતુ ઝાડ મોટું થયા પછી જેમ તેને વાળી શકાતું નથી તેમ નાનપણમાં બાળકો ઉપર જેવા સંસ્કાર પાડવા હોય તેવા પાડી શકાય છે. પરંતુ મોટા થયા પછી તેવા સંસ્કાર પાડી શકાતા નથી. આ કારણથી ધાર્મિક પાઠશાળા તથા ધાર્મિક કન્યાશાલા વિગેરની જરૂર સ્થાપના કરવી જોઈએ. ૧૫૭
શ્રાવિકાની ભક્તિ કઈ રીતે કરવી ? તે જણાવે છે – શ્રાવક તણી જિમ શ્રાવિકા વાત્સલ્યપણું ના ભૂલીએ, જ્ઞાનાદિ શીલશુભ સાધતી સાધર્મિણ અવધારિએ સર્વ નારી દોષ કેરી ખાણ ઇમ ન માનીએ, દીર્ધ દષ્ટિ વાપરીને શાસ્ત્ર વચન વિચારિ.૧૫૮
અર્થ–જેવી રીતે શ્રાવકનું વાત્સલ્ય કરીએ તેવી રીતે