________________
૧૪૮
શ્રી વિજય પદ્વરિત
પુત્રાદિથી પણ અધિક આ બે એમનિશ્ચય માનીએ, અહિં શાલિભદ્રાદિક તણાં દૃષ્ટાંત બહુ સંભારીએ. ૪૩
અર્થ:–ચારિત્ર લેવાને સજજ એટલે સાધ્વીજીની પાસે દીક્ષા લેવાને તત્પર એવી પોતાની પુત્રી વગેરેને જલ્દી વહરાવવી. અને સાધુ સાધ્વીને સ્મારણાદિક એટલે તેમના માર્ગનું સ્મરણ-સ્મરણ કરાવવું વગેરે સાધન વડે નિજ માર્ગમાં એટલે પોતાના મુનિ માર્ગમાં થિર એટલે નિશ્ચલ કરવા. આ બે એટલે સાધુ તથા સાધ્વીજી પુત્ર, પુત્રી વગેરેથી પણ અધિક છે એમ નક્કી માનવું. આ મુનિભક્તિને વિષે શ્રી શાલિભદ્ર વગેરેનાં ઘણું દષ્ટાન્ત સંભારવાં. ૧૪૩
ત્રણ લેકમાં શ્રાવકાદિની ભક્તિ કરવાનું જણાવે છે – શ્રાવક તણા સાધર્મિ શ્રાવક શ્રાવિકા અવધારિએ, બહુ લાભદાઈ સંગ પણ સાધર્મિને ના ભૂલીએ; તસ ઉચિત ભક્તિ લાભ અધિકો આપતી અચરિજ નહી સાધર્મિની સાચી સગાઈ પ્રભુ તણા શાઍ કહી.૧૪૪ ' અર્થ–શ્રાવકે પિતાના સાધમિક (સમાન ધમી) શ્રાવક તથા શ્રાવિકા અવધારીએ એટલે જાણવા એ સાધમિકનો સંગ-મેળાપ ઘણે લાભ આપનાર છે તે વાત ભૂલવી નહિ. કારણ કે સાધર્મિકને ધર્મ કાર્ય કરતાં જોઈને આપણને પણ ધર્મ કાર્ય કરવામાં પ્રેરણા મળે છે. માટે સાધર્મિકની કરેલી ગ્ય ભક્તિ આધકે લાભ આપે છે તેમાં જરા પણ આશ્ચર્ય નથી. અને આથી જ કરીને પ્રભુના