________________
૧૫ર
શ્રી વિજયપધસૂરિકૃત ત્યાં ઘંટ શોભે મધ્ય ભાગે સાધુ જાણે વાગતાં, પ્રતિ લેખનાદિક સમયને સ્વાધ્યાય ક્ષણ પણ જાણતાં૧૪૯
અથ–જેમાં હજારે થાંભલા મૂકેલા હતા અને જેમાં સાધુ, શ્રાવક તથા શ્રાવિકા એ ત્રણે સુખ પૂર્વક આવી શકે તથા જઈ શકે એવી રીતે ત્રણ દ્વાર ગોઠવેલાં હતાં, જેના મધ્ય ભાગમાં ઘંટ શોભી રહ્યો હતો, તે ઘંટ વાગે ત્યારે સાધુઓ પ્રતિલેખનાદિક એટલે પડિલેહણ વગેરેને સમય તથા સ્વાધ્યાય એટલે અભ્યાસ કરવાને ક્ષણ એટલે સમય પણ જાણતા હતા. (આવી પૌષધશાલા આમ રાજાએ બંધાવી હતી.) ૧૪૯ વર્ય પિષધશાલને શ્રી આમભૂપ કરાવતા, તેહમાં વ્યાખ્યાન મંડપમાં ત્રિલખ ધન ખરચતા; મણિશિલા કમિવડે બહુ ભવ્ય તેહ બનાવતા, જેથી નિશાએ બારસૂરનું તેજ મુનિજન પામતા.૧૫૦
અર્થ–ઉપર જણાવ્યું તેવા પ્રકારની ઉત્તમ પોષધશાલા આમ રાજાએ કરાવી. તે પૌષધશાલામાં રાજાએ વ્યાખ્યાન મંડપની રચના કરાવવામાં ત્રણ લાખ ધન ખરચ્યું. અને મણિશિલાની કુટ્રિમ એટલે ફરસબંધી કરાવીને તેને બહુ ભવ્ય એટલે શોભાયમાન બનાવી. જેની ચળતી ફરસબંધીમાંથી રાત્રીએ બાર સૂર્યનું તેજ મુનિજને પામતા. એટલે રાત્રીએ પણ દિવસ જેવું અજવાળું લાગતું. ૧૫૦ શ્રિત વાંચતા વલિ જીવ બચાવે રજ ઉઝેડી દોષના, ઉપદેશનો મહિમા સકલ એ બપ્પભટ્ટ સૂરીશના;