________________
ભાવના કલ્પલતા
૧૫૧
છે. તે પુણ્ય રૂપી હાટના શ્રાદ્ધ એટલે શ્રાવક ઘરાક છે. તે પૌષધશાલામાંથી વ્રતાદિ એટલે પૌષધ સામાયિક, પ્રતિક્રમણ રૂપી પણ્ય એટલે કરિયાણાં ખરીદે છે. ( ધર્મ કાર્યો કરે છે. ) તે ધર્મકાર્ય અનુક્રમે અનન્ત લાભ આપે છે. અને જેવી રીતે સ્નેહીને પણ કુરૂક્ષેત્રમાં યુદ્ધમતિ એટલે લડવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેવી રીતે અધમ એટલે ધર્મ રહિતને પણ પોષધશાલામાં જતાં ધર્મ કરવાની બુદ્ધિ જાગ્રત થાય છે. કારણ કે આવી ભાવના થવામાં તે સ્થળનું શુદ્ધ વાતાવરણુ મુખ્ય કારણ છે. ૧૪૭
પૌષધશાલા બંધાવનાર ભવ્ય જીવેાનાં નામ જણાવે છે:-- સિધ્ધિ લલના પામવા વરમાલ પૈષધશાલ એ, તેને કરાવે હાંશથી જે ધન્ય તેને જાણીએ; વિમલ બોધિ બીજ કમલા પામિને ભવને તરે, આમ સાંતૂ દે આભડ ભીમ શ્રાવકને સ્મરે,૧૪૮
અર્થ:—સિદ્ધિ લક્ષના એટલે મેાક્ષ રૂપીસીને મેળવવા માટે પૌષધશાલા નમાલા સમાન છે.ને જે પૌષધશાલા કરાવે તે પુરૂષને ધન્ય જાણવા. તેને જન્મ સફળ છે. કારણુ કે પૌષધશાલા કરાવવાથી નિર્મલ એધિબીજ એટલે સમક્તિ પાપ્ત થાય છે અને તેના વડે એટલે પૌષધશાલા બનાવીને શ્રાવક ભવ તરે એટલે સંસાર સમુદ્રને તરે છે. આ વિષે આમ રાજા સાંમંત્રી, દેદશેડ, આભડશે, તથા ભીમ શ્રાવકનાં દષ્ટાંતા યાદ કરવાં. ૧૪૮
જેમાં હજારા થંભ સાધુ શ્રાદ્ધ શ્રાવિકા ત્રણે, આવે સુખે જિમ જાય એવાં ગેાડવી ત્રણ દ્વારને;