________________
ભાવના ક૯પલતા
૧૪૧
નહિ દેખાતાં દ્રવ્યોને પણ પ્રમાણિએ એટલે શ્રદ્ધાપૂર્વક જાણી શકીએ છીએ. હાલ જે કે સિદ્ધાન્તને ઘણો ભાગ વિચ્છિન્ન થયે છે, તેમાં હાલના અવસર્પિણીના પાંચમા દુ:ખમ નામના આરાને દેષ છે એમ વિચારવું. ૧૩૧ આ કારણે નાગાર્જુનાદિક પુસ્તકે તે થાપતા, ઈમ વિચારી લખાવતા શ્રાવક નિરંતર પૂજતા; તેમ કરતાં દુર્ગતિને ટાળતા સૂગાપણું, ના પામતા અંધાપણુને જડ પણું મતિહીન પણું. ૩૨
અર્થ –આ કારણથી એટલે આ અવસર્પિણી કાલમાં માણસનાં બુદ્ધિ બલ વગેરે ઘટતાં હોવાથી શ્રી નાગાર્જુન સ્કંદિલાચાર્ય વિગેરે મહાપુરૂષોએ તે સિદ્ધાન્તનો જેટલો ભાગ મેઢે હતો તે પુસ્તકે સ્થાપે એટલે તાડપત્ર તથા પાનને વિષે લખાવ્યો. એ પ્રમાણે લખાવવાથી સિદ્ધાન્તને નાશ થત બએ. એવું વિચારીને શ્રાવકો પણ પુસ્તકે લખાવે છે. અને તે પુસ્તકારૂઢ આગમનું હંમેશાં પૂજન પણ કરે છે. આ પ્રમાણે આગમની ભક્તિ કરવાથી શ્રાવકો નરકાદિ દુર્ગતિને દૂર કરે છે. તેમજ મુંગાપણું અથવા બોબડાપણું અને તોતડાપણું નાશ પામે છે. વળી આગમભક્તિ કરનારા શ્રાવકે આંધળાપણું, જડપણું એટલે અજ્ઞાન અને મતિહીન પણું એટલે બુદ્ધિરહિતપણું પણ પામતા નથી. ૧૦૨ આવરણ ક્ષય ઉપશમ લહી સવિશાસ્ત્રને અવધારતા, સર્વભાવ પ્રકાશતા ને મુક્તિપદ પણ પામતા;