________________
ભાવના ક૯પલતા
સિદ્ધાન્ત અશુભ ભાવોને એટલે આર્ત તથા રૌદ્ર સ્થાનના પરિણામોને દૂર કરે છે. તેમજ વસ્તુને એટલે જીવ અજીવ વગેરે દ્રવ્યને જણાવે છે. એટલે સિદ્ધાન્ત કારાએ છ એ દ્રવ્યાદિ પદાનું સ્વરૂપ સમજાવે છે. એ સિદ્ધાન્તને દીપની, સુરતરૂ એટલે કપલની તથા દીપ એટલે દીપકની ઉપમા શાસ્ત્રમાં આપેલી છે. વળી આ આગમ બધાને સહેલાઈથી મળી શકે તેવું નથી. આ આગમને દ્વીપની ઉપમા આપવાનું કારણ એ છે કે જેમ સમુદ્રમાં બતા માણસને તપ (બેટ) આધાર રૂપ થાય છે તેમ આ સંસાર રૂપ સમુદ્રમાં ડૂબતા જેને આગમ આધાર રૂપ થાય છે. વળી સિદ્ધાન્તને કલ્પવૃક્ષ સમાન કહેવાનું કારણ એ કે જેમ કલ્પવૃક્ષ મનવાંચ્છિત આહારાદિ વસ્તુ આપે છે, તેમ સિદ્ધાન્ત પણ મુમુક્ષુ જીએ
લાં જ્ઞાનાદિ અથવા મેક્ષ આપે છે. તથા સિદ્ધાન્તને દીપકની ઉપમા એ કારણથી આપવામાં આવે છે કે જેમ દીપક ડે અંધારામાં રહેલી વસ્તુ દેખી શકાય છે. તેમ સિદ્ધાન્ત રૂપ દીપકથી પણ વસ્તુઓનું યથાર્થ સ્વરૂપ જાણી (દેખી) શકાય છે. આ આગમના પ્રમાણથી સુદેવ અને કુદેવ, ગુરુ અને કુગુરૂ તથા સુધર્મ અને કુધર્મના સ્વરૂપને નિર્ણય કરી શકાય છે. વળી આ આગમ ઉપર બહુમાન એટલે લક્તિભાવ રાખવાથી દેવ ગુરૂ ધર્મનું પણ બહુ માન જળવાયું એમ સમજવું. ૧૨૯
શ્રેષ્ઠ કેવલનાણથી પણ શ્રત અધિક પ્રામાણ્યથી, ઉપયોગવંત અશુદ્ધ લ્ય કદિ તે ખવાય જિનેશથી;