________________
૧૦૮
શ્રી વિજ્યપધસૂરિકૃત
રાજ હતા. રાજા સંપ્રતિના પ્રતિબંધક અને શ્રીઅવંતીસુકુમાલને દીક્ષા આપનાર શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજ હતા. તેમની વી. નિ. સં૦ ૨૨૧માં દીક્ષા થઈ અને તેઓ સં. ૨૪પમાં યુગપ્રધાનપદ પામ્યા. વિ. નિ. સં. ૨૭૩થો ૨૮૧ના મધ્યકાલમાં તેમણે અવંતી સુકુમાલને દીક્ષા આપી હોય, એમ સંભવે છે. તેમને સુસ્થિત અને સુપ્રતિબદ્ધ નામના બે મુખ્ય શિષ્ય હતા. તે બંનેને ગ૭ સોંપીને છેવટે વી. નિસં૨૯૧માં સર્વાયુ ૧૦૦ વર્ષ ૬ માસ ૬ દિનનું પૂરું કરી દેવતાઈ સુખ પામ્યા. વીનિ. સં. ૩૦૦માં આર્યસુસ્થિત અને સુપ્રતિબદ્ધથી કટિક ગચ્છની ઉત્પત્તિ થઈ. તપગચ્છના ૧ નિર્ગથ, ૨ કટિક, ૩ ચંદ્ર, ૪ વનવાસિક પ વડ, આ પાંચ પ્રાચીન નામે માં બીજું નામ કેટિક આવે છે. વિશેષ બીના શ્રી પરિશિષ્ટ પર્વાદિમાંથી જાણી લેવી. ૮૧ સાંભળીને વેણ ઉત્તમ હેમચંદ્ર સૂરીશનું, અંગુલ વાસ માન ઉંચું બિંબ નેમિ નિણંદનું રાજર્ષિ શ્રાદ્ધ કુમારપાલ ભરાવતા વિધિએ કરી, પ્રતિમા રતન સેના તણી રૂપા તણ ચાવીસ વલી. ૮૨
અર્થ-કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને ઉપદેશ સાંભળીને દેશવિરતિ ધારક શ્રાવક ગુર્જરેશ્વર પરમહંત કુમારપાલે સવાસો અંગુલ પ્રમાણુ ઉંચું બાવીસમા શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ વિધિપૂર્વક સ્થાપન કર્યું. વળી રતનની સોનાની તથા રૂપાની ચોવીસ વીસ પ્રતિમાઓ પણ ભરાવી, એમ શ્રીકુમારપાલ પ્રબંધાદિમાં કહ્યું છે. ૮૨