________________
ભાવના કપલતા
૧૧૩
અર્થ:-વળી તે દેરાસરમાં થાર પ્રકારના વાજિંત્ર વગડાવે. તેમજ ઉપરના ભાગમાં બાંધેલા સુંદર ચંદરવાને વિષે ઉત્તમ ઝુમણા લટકાવે. જેથી મંદિરની શોભામાં લગાર પણ ખામી રહે નહિ. તથા જિનમંદિરના ભીંત દિ ભાગમાં પ્રભુના કલ્યાણક વગેરેના ઘણા સુંદર ચિત્રામણે ચિત્રાવે. અને તે જિનમંદિરના શિખરની ઉપર ઉત્તમ ધ્વજધજા ફરકી રહી હોય, તે જાણે લોકોને પરમોપકારી પ્રભુના દર્શન કરવા માટે બોલાવતી ન હોય, તેવી શોભે. આવું ભવ્ય મંદિર ધનિક શ્રાવકે કરાવે. ૮૯ કૈકે ખેંચાયેલા સુર અસુર કિનર તિમ સુરી, પૂર્ણ હર્ષે શરૂ કરે સંગીત ઝીણો સ્વર કરી; ગંધર્વ ગીત ક્વનિ દીએ આનંદ અભિનયમન હરે, તેવા જિનાલય દેખતાંની સાથે અચરિજ બહુ કરે. ૯૦
અર્થ–ઉપર જણાવેલા સ્વરૂપવાળા જિન પ્રાસાદને જોઈને ત્યાં આશ્ચર્યથી ખેંચાએલા વૈમાનિકાદિક દેવો અને ભુવનપત્યાદિક દેવ તથા કિનર જાતિના દેવ વળી સુરી એટલે દેવાંગનાઓ પૂર્ણ હર્ષથી ઝીણું મધુર સ્વર સાથે સંગીત શરૂ કરે છે. ગંધર્વ એટલે ગાનારા દેને ગાયનને. અવાજ આનંદ આપે છે. તેમના વિવિધ પ્રકારના અભિનય (નાચ) મનને હરણ કરે છે. આવા જિનાલય એટલે જિનમં. દિર જતાંની સાથે દેખનાર ભવ્ય જીને બહુ આશ્ચર્યમાં ગરકાવ કરે છે. ૦
આવા મંદિરો ક્યાં બંધાવવા? તથા આ બાબતમાં