________________
૧૧૨
શ્રી વિજય પદ્મસુરિકૃત
અર્થ:-(આગલી ગાથામાં જણાવ્યા તેવા) ઉદારાશય એટલે જેમને ઉદાર સ્વભાવ છે તેવા મહા ધનવંત મનુષ્ય જિનેશ્વરના પ્રાસાદ એટલે મંદિરને બંધાવે તે દેરાસરનું કુટ્રિમ એટલે ફરસબંધી સોનાની બનાવે છે. અને તેને વિષે ઉત્તમ રત્નોની શિલા જોડે છે, વળી ત્યાં જિન મંદિરમાં ઘણું શોભિતા મણિના પગથીયા તથા થાંભલા ગોઠવે છે, તથા તેના બારણાને વિષે રત્નનું તેરણ બાંધી મંદિરને શોભાવે છે. ૮૭ બાવલા શાલા પુતળિઓ શોભતી થંભાદિમાં, ધૂપ પણ મહકી રહ્યા જ્યાં મુખ્ય પ્રદેશમાં તેહ ઉંચે જાય ત્યારે વાંદળાં સમ લાગત, એમ માની મર કેરે પૂર્ણ કોલાહલ થતા. ૮૮
અર્થ–તેમજ તે મંદીરના સ્થંભાદિમાં એટલે થાંભલા વગેરેમાં બાવલાએ, શાલાઓ તથા પુતળીઓ કેતરાવે, વળી ત્યાં મુખ્ય મુખ્ય સ્થળમાં ધૂપધાણાં ગોઠવે, જેથી તેને સુગંધ ધૂપ ચારે દિશામાં ફેલાય. તે ધૂપમાંથી નીકળતા ધૂમાડે જ્યારે ઉંચો જાય છે, ત્યારે તેને દેખાવ વાદળાં જે જણાય છે. અને તે ધૂમાડાને વાદળાં માનીને મેર આનંદમાં આવી ટહુકા કરે છે, અને બહું કોલાહલ મચાવે છે. ૮૮ વાજિંત્ર ચારે વાગતા મેતી તણાં વર ઝૂમણાં, ચંગ ચંદરવા વિષે લટકે ન શોભામાં મણા; કલ્યાણકાદિ તણાં ઘણાં ચિત્ર મને રમ શોભતા, શિખરના ભાગે પ્રવર ધ્વજ લેકને બોલાવતા. ૮૯