________________
ભાવના કપલતા
૧૧૧
જેવા જેવા ભાવથી પૂજે, તે પ્રમાણે લાભ પામે છે. શ્રીગશાસ્ત્રાદિમાં આ વાત વિસ્તારથી જણાવી છે. ૮૫
કેણે કઈ રીતે જિનમંદિર બંધાવવું? તે જણાવે છે – શલ્યાદિ શેધી જાળવી જયણા દયાના રંગથી, સૂત્રધારાદિક જનને તેષતા એદાયથી; બંધાવતા પ્રાસાદ ઈહિ બંધાવનારા બે કહ્યા, ધનિક તિમ સામાન્ય પહેલાં ભારત નૃપ જેવા ગ્રહ્યા. ૮૬
અર્થ:–જમીનમાં રહેલ હાડકા વિગેરે શલ્યને દૂર કરીને, તથા જ્યણું જાળવીને એટલે કોઈ પણ જીવને કઈ રીતે દુઃખ ન થાય તેવી રીતે ઉપયોગ પૂર્વક દયાના પરિણામ રાખીને, દેરાસર બાંધનાર સૂતાર, સલાટ મજુર વગેરેને યથાશક્તિ ઉદારતા પૂર્વક સંતોષ પમાડવા પૂર્વક ઉત્તમ શ્રાવકો ચપલ ધનને લ્હાવો લેવા માટે પ્રાસાદ એટલે દેરાસરને બંધાવે. અહીં દેરાસર બંધાવનારના બે ભેદ કહ્યા છે. એક ધનિક અને બીજા સામાન્ય. તેમાં ભરત ચકવતી વગેરે પહેલા ભેદના જાણવા. ૮૬
ધનવંત શ્રાવકે કેવું જિનમંદિર બંધાવે? તે ચાર કલેકમાં જણાવે છે – તેવા ઉદારાશય નરા પ્રાસાદને બંધાવતા, સોના તણું કઠ્ઠિમ વિષે વરરત્ન શિલા યોજતા; પગથિયા તિમ થંભ મણિમય હવે બહુ દીપતા, રત્નમય તેરણ વડે પ્રાસાદને શોભાવતા. ૮૭