________________
ભાવના કલ્પલતા
ચાર અને ચુમ્માલિશ નવા જિનાલય એટલે દેરાસર ઉલ્લાસપૂર્વક અનેક કટિ દ્રવ્ય ખરચીને બંધાવ્યાં. ૧૧૦ નિજ જનકના સ્મરણાર્થ હોતેર દેવકુલિકાએ કરી,
બહુ શોભતો પ્રાસાદ વલિ બંધાવતાવિધિ મન ધરી; ત્રિભુવન વિહાર પ્રસિદ્ધ મંદિર, દેવ કુલિકામાં અને, ખુશ થતા રત્નાદિના બોતેર બિંબ સ્થાપિને.૧૧૧
અર્થ –કુમારપાલે પોતાના પિતાશ્રી ત્રિભુવનપાલની યાદગીરી રાખવા માટે હોતેર (૭૨) દેવકુલિકા એટલે દેરીઓ વડે શોભાયમાન પ્રાસાદ એટલે જિનાલય વિધિ પૂર્વક મન ધરી એટલે ઘણું ઉમંગથી બંધાવ્યું. તે દેવાલયનું નામ “ત્રિભુવન વિહાર” રાખ્યું. કાલક્રમે તે નામથી તે પ્રસિદ્ધ થયું. અને તે દેરીઓમાં રત્ન વગેરેના બહોતેર બિબે એટલે પ્રતિમા સ્થાપન કરીને રાજી થયા. ૧૧૧
- કુમારપાલના સ્નાત્રની બીના બે લેકમાં જણાવે છે -- દ્રવ્ય છ— કોડ સોનામહોર તેમાં ખર્ચતા, સહસ અડદાસ શ્રાવકોની સાથે સ્નાત્ર ભણાવતા આમ્રદેવ કુબેરદત્ત ઉદાયનાદિક ભૂપની, સાથે રહે તે સ્નાત્ર સમયે ન્યૂનતા નહિ વિધિ તણી.૧૧૨
અર્થ –તે ત્રિભુવનવિહાર નામને પ્રાસાદ બંધાવવા કુમારપાલ મહારાજાએ છ— ક્રોડ સોનામહોરેનો ખર્ચ કર્યો. અને તે પ્રાસાદમાં અઢાર હજાર શ્રાવકેની સાથે સ્નાત્ર મહેત્સવ કરતા હતા. તે સ્નાત્ર વખતે ત્યાં આપ્રદેવ (અંબડ)