________________
ભાવના ક૯૫લતા
૧૩૫
શ્રી શત્રુંજ્ય તીર્થની ટુંક (સજીવનફૂટ) ગણાતા શ્રી તાલધ્વજ (તળાજા) ગિરિને વિષે તેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું દેવાલય હજારો રૂપિઆ વાપરીને બંધાવ્યું. વળી પૂર્ણ શ્રદ્ધા પૂર્વક તે પાર્શ્વનાથ પ્રભુને બિંબની પ્રતિષ્ઠા પણ ઘણી ધામધુમપૂર્વક કરાવી. ૧૨.
જીર્ણોદ્ધારની બીના ત્રણ કલાકમાં જણાવે છે:-- જીર્ણ મદિરને ધનિક ધન વાપરી સમરાવતા, કારીગરી જળવાય પ્રાચીન કીંમતી એવું થતાં; પ્રાચીન વસ્તુ ટકે ઘણું જન પૂજનાદિકને કરી, પાવન કરે નરજન્મ પણ ઈણ જીર્ણ ઉદ્ધાર કરી.૧૨૩
અર્થ –ધનવાન ભવ્ય જી પિતાનું ધન વાપરીને જીર્ણ થએલા મંદિરને સમરાવે એટલે જરૂર સુધરાવે. કારણ કે જીણું દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવાથી અત્યંત કિંમતી એવી પ્રાચીન કારીગરી સચવાય છે. તેમ પ્રાચીન એટલે જુની વસ્તુનો ટકાવ થાય છે. વળી તેને ચેડા ખરચે નાશ થતો અટકે છે. ઘણાં મનુષ્યો તેની પૂજા કરવાથી પિતાના મનધ્ય ભવને પણ પવિત્ર કરે છે. માટે ધનવાનોએ પિતાના દ્રવ્યને જીર્ણોદ્ધારમાં અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. ૧૨૩. લાભ બીજા પણ કહ્યા વિસ્તારથી બહુ શાસ્ત્રમાં, નવીન કરતાં આઠ ગુણ ફલ જીર્ણના ઉદ્ધારમાં તાત્પર્ય એનું ઈમ સમજ મંદિર ન હોવે જે સ્થલે, બહુજનો પ્રભુભક્તિ આદિક ના કરે તેવા સ્થલે.૧૨૪