________________
૧૩૬
શ્રી વિજ્યપધસૂરિકૃત
અર્થ –શાસ્ત્રમાં જીર્ણોદ્ધારના બીજા પણ ઘણા પ્રકારના લાભ જણાવ્યા છે એટલું જ નહિ પણ જે જીણું એટલે જૂના દેરાસરનો ઉદ્ધાર કરાવે છે તેને નવીન દેરાસર બંધાવનારને જે ફળ થાય તે કરતાં આગળ કહેશે, તેવી અપેક્ષાએ કરીને આઠગણું અધિક ફળ (ફળ) મળે છે. એમ શ્રી શ્રાદ્ધવિધિ વિગેરેમાં કહ્યું છે. એનું તાત્પર્ય એટલે ભાવાર્થ એ છે કે-જે સ્થળે જિનમંદિર ન હોય તેવા સ્થાનને વિષે ઘણુ મનુષ્ય પ્રભુની ભક્તિ વગેરે કરતા નથી. માટે જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. ૧૨૪ પ્રાચીન તીર્થાદિક વિષે મંદિર નવીન બંધાવતાં, બધિલાભ પ્રમુખ લહે પુષ્કલ જને ખુશી થતાં, આવા અનેક વિચારથી મંદિર નવાં બંધાવિએ; એકાંતના કદિ ખેંચીએ ને લાભ હાનિ વિચારિ.૧૨૫
અર્થ –પ્રાચીન એટલે જૂનાં તીર્થાદિકને વિષે એટલે જે સ્થળે પ્રભુના કલ્યાણકાદિ થયાં હોય તેવા સ્થાનમાં નવાં દેરાસર બંધાવવાથી ધિલાભ એટલે સમક્તિ વગેરે ઉત્તમ ગુણોને ઘણું ભવ્ય જીવો ખૂશી થતાં એટલે ઉમંગથી મેળવે છે. આવા અનેક એટલે ઘણા વિચારથી નવા મંદિરે એટલે દેરાસર બંધાવીએ. અહીં કદાપિ એકાંત ખેંચ નહિ એટલે જીર્ણોદ્ધાર જ કરાવે અથવા નવીન દેરાસરજ કરાવવું, એવો એકાંત કદાગ્રહ ન કરે. પરંતુ લાભ હાનિ એટલે જીર્ણોદ્ધારથી વધારે લાભ છે કે નવીન દેરાસર કરાવવાથી વધારે લાભ છે તેને વિચાર જરૂર કરો. એટલે ધનિક શ્રાવકે એ બંનેમાં ધન વાપરવું જોઈએ. ૧૨૫