________________
૧૩૦
શ્રી વિજ્યપધસૂરિત
લાખ સોનામહોરો વાપરી અને કાલને શે ભરે ? એમ વિચારીને તે ધર્મ કાર્યોને સાધવામાં જરી પણ ઢીલ કરતા ન હતા. ૧૧૫
વળી વસ્તુપાલાદિના મંદાદિનું વર્ણન કરે છે – વળી વસ્તુપાલ સુતેજપાલ જિનાલય બંધાવતા, તેમાં નવીન શતતેર જીર્ણોદ્ધાર બાવીસસો હતા; જિનબિંબલાખસવા ભરાવ્યા આબુનાજિનમંદિર, કેડે તણા ખરચે કરાવે ઈમ સુણી ધનમદ હર ૧૧૬
અર્થ–મંત્રીશ્વર વસ્તુપાલ તથા તેમના ભાઈ તેજપાલ એ બંને ગુજરાતના મંત્રીઓએ શત તેર એટલે તેરસ મંદીરે તે નવાં બંધાવ્યાં. તથા બાવીસસો મંદીરેના જીર્ણોદ્ધાર કરાવ્યા. વળી સવા લાખ જિનબિંબ એટલે પ્રભુની પ્રતિમાઓ ભરાવી. આ કાર્યોમાં અઢળક દ્રવ્ય વાપર્યું. તથા આબુ ઉપર કોડ રૂપીઆ ખર્ચ કરીને સુંદર કારીગરીવાળા જિનમંદિર બંધાવ્યા. જેની કારીગરી જોઈને આ જમાનાના મનુષ્યો પણ આશ્ચર્ય પામે છે. અને જેની કારીગરી જેવાને હજારે મનુષ્યો આ તીર્થને વિષે આવે છે. આ હકીકત સાંભળીને હે ધનવંતા ભવ્ય જીવો! તમે તમારા ધનના અભિમાનને ત્યાગ કરે. અને સાતે ક્ષેત્રમાં લક્ષ્મીને વાપરીને તમે તમારે માનવ જન્મ સફલ કરે. ૧૧૬.
દેરાણી જેઠાણીના ગેખલાનું વર્ણન કરે છે– વરબુદ્ધિ નારી અનુપમાં મંત્રીશ વસ્તુપાલની, તેમ લલિતા તેજપાલ તણી અડગ રૂચિ ધર્મની