________________
૧૧૦
શ્રી વિજયપધ્ધફ્રિકૃત
કરતી વખતે જન્માવસ્થા ભાવવી. અને બીજી રાજ્યવસ્થા ભાવવાને માટે આંગીની રચના કરવામાં આવે છે. માટે નિરાકાર નિરંજન એવા પ્રભુને આગીની શી જરૂર છે? એવા વચન ફેગટ એટલે નકામા જાણવા. કારણ કે ભવ્ય પુરૂષ પ્રભુની આંગી જોઈને એવી ભાવના ભાવે છે કે પ્રભુએ પિતાની આવા પ્રકારની રાજ્યઋદ્ધિના વૈભવને પણ ત્યાગ કરીને ચારિત્રને ધારણ કર્યું હતું, માટે આપણે પણ વૈભવ ત્યાગ કરીને પ્રભુની જેમ કરીએ. આંગીની રચના કરવામાં આ કારણ છે. વળી આંગી ઉત્તમ પરિણામની ધારા વધારે છે અને ટકાવે છે. ૮૪
પ્રભુના પૂજનમાં દ્રવ્ય ખરચવાનું કારણ સમજાવે છે – અષ્ટભેદે પૂજનામાં દ્રવ્ય ખરચે જે નરા, વિપુલ સંપદ પામતા તે ટાળતા દુઃખ આકરા; પૂજા નકામી માનનારા ભવ્યને સમજાવતા, ચિંતામણિના દાખલાથી તત્ત્વ ચિત્ત ઠસાવતા. ૮૫
અર્થ –જે મનુષ્ય આઠ પ્રકારની પૂજામાં પિતાના પિસાને ઉપયોગ કરે છે તે વિપુલ અટલે વિશાળ સં૫ત્તિને પામે છે અને આકરા એટલે ભયંકર દુઃખને દૂર કરે છે. એમ પ્રભુ પૂજાને નકામી ગણનારા ભવ્ય જીવોને ઉપર જણાવ્યા મુજબ હે ભવ્ય જીવ ! તમારે સમજાવવું. અને કહેવું કે ચિંતામણિરત્નના જેવી પ્રભુદેવની પૂજા છે. જેમ ચિંતામણિની પૂજા કરનારા જીવ પોતાની ભાવનાને અનુસાર મને વાંછિતને પામે છે, તેમ પ્રભુની પૂજા કરનારા ભવ્ય છે પણ