________________
૧૧૮
શ્રી વિજયપધસૂરિકૃત
એવી રીતે પ્રભુ દેવનું દેરાસર બંધાવનારા પુણ્યશાલી આવે. ઘણે લાભ મેળવે છે. ૯૫
આ ચાલુ પ્રસંગે જયણા વિગેરે રાખવી એમ કહે છે --
બંધાવનાર ગૃહસ્થ જયણ તીવ્ર કરૂણ રાખતા, સૂક્ષ્મ પણ જીવ બચાવે તે ન જીવ વિરાધતા; પારિણામિક બંધ નિશ્ચય એમ મનમાં માનતા, ભરત ચક્રી પ્રમુખના દષ્ટાંત ખૂબ વિચારતા. ૯૬
અર્થ –શ્રી જૈન દેરાસરના બંધાવનાર ગૃહસ્થ જયણ એટલે ઉપગ રાખે. વળી તીવ્ર કરૂણા એટલે અત્યંત દયાના ભાવ રાખે છે. તથા નાના જીવને પણ બચાવે. એમ નિર્દયપણે જીવની વિરાધના ન થાય તેમ પ્રવર્તે. વળી મનમાં એ વાત સારી રીતે સમજે છે કે બંધ તો નિશ્ચય પરિણામિક એટલે પરિણામને આધીન છે. જેવા પ્રકારના શુભાશુભ પરિણામ ચાલતા હોય તેવા પ્રકારને શુભાશુભ કર્મબંધ થાય છે. તેથી દેરાસર બંધાવનારને તે તે બંધાવતી વખતે શુભ પરિણામની ધારા ચાલતી હોય છે. તેથી દેરાસર બંધાવતાં જયણ સાચવતાં છતાં પણ અજ્ઞાનાદિ કારણે કદાચ કાંઈ જીવહિંસા થાય તે પણ તેને તે ઉત્તમ પુણ્યબંધાદિને લાભજ મળે છે અને તેઓ આવા દેરાસર બંધાવનાર ભરત ચક્રવતી વગેરેના દાંતેને ખૂબ વિચાર કરે છે. ૯૬
કોણે ક્યાં જિનપ્રાસાદ બંધાવ્યા? તે જણાવે છે –