________________
ભાવના કલતા
૧૧૭
થઈ ગયે હોય તો તેને ઉદ્ધાર કરાવતાં પૂજાની માફક વિરાધના ન ગણાય. અને જેઓ જીર્ણોદ્ધાર કરાવવામાં વિરાધના ગણતા હેય તેમને એમ સમજાવવું કે-જે મનુષ્ય કુટુંબના પિોષણ માટે ધન ઉપામ્યું હતું તે મનુષ્ય પોતાના તે ધનને જીર્ણોદ્ધાર વગેરે ધાર્મિક કાર્યોમાં વાપરીને સફલ કરે, તે વ્યાજબીજ છે. જીર્ણોદ્ધાર કરાવનારને મેટા પુણ્યને બંધ થાય છે, એવું જાણીને ધનિકેએ આવા કામમાં પોતાના અનિત્ય દ્રવ્યને જરૂર વાપરીને સલ કરવું. ૯૪
જીર્ણોદ્ધાર કરાવવાનું ફલ જણાવે છે:-- રત્ન કેરી ખાણ જેવા સંધ અહિંયા આવતો, પ્રભુને અપૂરવ ભાવથી વિવિધ પ્રકારે પૂજતો;
વતને લિએ નિગ્રંથ ઉત્તમ દેશનાને આપતા, જિહને બંધાવનારા લાભ બહુ ઈમ પામતા. ૯પ
અર્થ-આ નવા કે સમરાવેલા દેરાસરમાં જેને શ્રીનંદીસૂત્રાદિમાં રત્નની ખાણની ઉપમા આપેલી છે (કારણ કે જેમ રત્નની ખાણમાંથી વિવિધ પ્રકારના રને નીકળે છે તેમ સંઘ રૂપી દાણુમાંથી પણ ઉત્તમ શ્રાવક, પ્રભાવિક આચાર્યો, પર્વધરે, તીર્થકરો વગેરે ઉત્પન્ન થાય છે) તે સંઘ પૂર્ણ ઉલ્લાસથી પ્રભુની જુદા જુદા પ્રકારની પૂજા કરે તેમાં તેને બંધાવનાર નિમિત્ત હોવાથી તે પણ તેના પુણ્યમાં ભાગીદાર થાય છે. વળી સંઘની અંદર રહેલા નિગ્રંથ એટલે સાધુ મુનિરાજ ઉત્તમ ધર્મોપદેશ આપે છે, તે સાંભળીને ભવ્ય જે વૈરાગ્ય પામીને દીક્ષા વિગેરેને ઉત્તમ લાભ પામે છે.