________________
૧૨૪
શ્રી વિજ્યપધસૂરિકૃત
નામના રાજાના વિમલશાહ નામના પ્રધાન હતા. આ વિમલશાહ મંત્રીશ્વર ધર્મ ઉપર શ્રદ્ધાવાળા, દાન આપનારાઓમાં અગ્રેસર અને શ્રી જિનશાસનના મજબુત સ્તંભ એટલે થાંભલા અથવા અગ્રેસર હતા. ૧૦૫
વિમલમંત્રીએ કઈ સાલમાં આબુ ઉપર જિનાલય બંધાવ્યા? વિગેરે જણાવે છે – બાર કોડી લાખ તેપન માન રૂપિયા વાપરી, અબુંદ ગિરિપર મંદિર બંધાવતા ધન ચલ કલી; ઈગ સહસ અઠ્યાસી વિક્રમ સાલ કેરી વાત એ, દેખતાં એ મંદિરો મનમાં અચંબે પામિએ-૧૦૬
અર્થ –આ વિમલશાહ મંત્રીશ્વરે પિતાના ધનને ચલ કલી એટલે અસ્થિર જાણુને શ્રી અબ્દગિરિ (આબુ) ઉપર બાર કોડ અને પન લાખ રૂપીઆ ખરચીને મંદિરે એટલે દેરાસર બંધાવ્યા. અને તે દેરાસરમાં એવી ઉત્તમ કારીગરીઓ કરાવરાવી કે જે મંદિરની કારીગરી અને કલા જોઈને જેનારના મનમાં ઘણું આશ્ચર્ય થાય છે. આ દેરાંઓ બંધાવ્યાની વાત વિક્રમ સંવત એક હજાર અઠયાસીની સાલના વખતની છે, અર્થાત્ એ દેહરાસર વિ. સં. ૧૦૮૮ની સાલમાં બંધાવ્યાં છે. ૧૦૬
પિથડશાના મંદિરોનું વર્ણન ચાલે છે:-- મંડપાએલ દેવગિરિ સિદ્ધાચલાદિક શુભ સ્થલે, પ્રાસાદ ચોરાશી કરાવ્યા પેથડે શુભ અવસરે;