________________
ભાવના કલ્પલતા તૃણ તણી પણ વરકુટી બંધાવતા જે વલિ દીએ, એક ફૂલ પણ નાથને તસ પુણ્ય અગણિત જાણિએ; તેથી વિશિષ્ટ જિનાલય બંધાવનારા શુભમતિ, બહુ નમ્ર ભવ્ય જન વિશેષે ધન્ય ટાલે ભવતતિ. ૨ ' અર્થા–તૃણ તણી એટલે ઘાસની પણ ઉત્તમ કુટીર બંધાવીને જે મનુષ્ય ત્રણ લેકના નાથને એટલે જિનેશ્વર ભગવાનને એક ફૂલ પણ ભાવપૂર્વક ચઢાવે, તેને અગણિત ઘણું પુણ્ય બંધાય છે એમ જાણવું. તેના કરતાં ઉત્તમ શ્રેષ્ઠ જિનમંદિર બંધાવનારા સબુદ્ધિવાળા ઘણાં નમ્ર એવા ભવ્યજનો વિશેષ કરીને ધન્ય છે અને તેઓ પોતાની ભવતતિ એટલે ભવની પરંપરાને દૂર કરે છે અથવા તેઓને આ સંસારમાં ઘણે ટાઈમ રખડવું પડતું નથી. અહીં “બહનમ્ર” આ પદથી એમ સમજવું કે જિન પ્રાસાદ બંધાવવામાં બહુ લક્ષ્મીને વાપરીને પણ એવું અભિમાન ન કરવું જોઈએ કે મારા જેવા કેઈ નથી. તેમણે લઘુતાના વિચાર કરવા તે આ પ્રમાણે-શ્રી ભરત મહારાજા શ્રેણિક રાજા કુમારપાલરાજા વિગેરે મહાધનિકેએ આ જિનપ્રસાદ બંધાવવા વિગેરેમાં જેટલું દ્રવ્ય વાપર્યું, તેની આગળ મેં વાપરેલું ધન શા હિસાબમાં? એમ ભાવના ભાવવી જોઈએ. ૯૨
જિનમંદિર તૈયાર થયા પછી તેના નભાવને માટે શું કરવું? તે જણાવે છે – હોય જે બંધાવનાર ભૂપ શ્રેષ્ટિ મહા ધની, તે જિનાલયને નભાવે તેહવા સાધન તણી;