________________
ભાવના કપલતા
૧૦૭
અવ્યક્ત સામાયિકનું ફલ શું ? ગુરૂએ કહ્યું કે હે રાજન ? રાજ્યાદ્ધિ વિગેરે. આમ પૂછવાને મુદ્દે શ્રી ગુરૂમહારાજે જાણી લીધે. તેમ રાજાએ પણ તમામ બીના જણાવી દીધી. આર્ય સુહસ્તિસૂરિના ઉપદેશથી તે જેનધમ બન્યા. મૌર્ય સામ્રા
જ્યની શરૂઆત વી. નિ. સં. ૨૧પમાં થઈ. (આજ સાલમાં આર્યમહાગિરિજી યુગપ્રધાન બન્યા.) સંપ્રતિના સમય સુધી તે આબાદ રહ્યું હતું. અને ત્યાર પછી તેની પડતી થવા લાગી. રાજા સંપ્રતિએ દાનશાલા જિનબિંબ ભરાવવા તથા જિનમંદિર બનાવવા, જીર્ણોદ્વાર વિગેરે સાતે ક્ષેત્રોમાં સારી રીતે લક્ષ્મી વાપરી હતી. અને ખંડિયા રાજાઓને પણ જેનધન બનાવ્યા હતા. અનાર્ય દેશોને પણ સાધુ વિહારને
ગ્ય બનાવ્યા હતા. તક્ષશિલામાં કુણાલતૃ૫ બંધાવ્યું. જેનધર્મને પ્રચાર કરવામાં તે સતત ઉદ્યમી હતા. તેમના જન્માદિની બીના ટુંકમાં આ પ્રમાણે સંભવ છે.-વીનિસં. ૨૭૩ થી ૨૮૧ના મધ્ય કાલમાં રાજા સંપ્રતિને જન્મ થયો હોય. વી. નિ. સં. ૨૮૧માં આર્યસુહસ્તિસૂરિના ઉપદેશથી જૈનધર્મી બન્યા. અને સંઇ ૩૦૧માં તેનો રાજ્યાભિષેક થયે. સં. ૩માં ત્રિખંડને સમ્રાટું થયે, જૈનધર્મને પ્રચાર કર્યો, તેમના કુટુંબીઓએ દીક્ષા લીધી. અને સંભવે છે કે લગભગ વી. નિગ સં૦ ૩૧૭માં તે સ્વર્ગે ગયા. વિશેષ હકીકત શ્રી પરિશિષ્ટપર્વ તથા શ્રી પર્યુષણ વિશેષાંકમાંથી જાણવી.
આર્યસુહસ્તિસૂરિજીની બીના ટુંકામાં આ પ્રમાણે
અખંડશીવ્રતધારી પરમ પૂજ્ય શ્રી સ્થૂલિભદ્રજી મહારાજના મુખ્ય બે શિખ્યામાં મેટા શ્રી આર્યમહાગિરિજી મહા