________________
૧૦૨
શ્રી વિજ્યપદ્વરિત
પુણ્યાનુબંધિ પુણ્ય દુર્લભ અતિશયેઈમ જાણિએ, ધનને વધારે થીર કરે એથી અધનને ધન મલે. ૩૬
અર્થ –એવી રીતે ધન ઉપર તીવ્ર એટલે અત્યંત આસક્તિ રાખનારના આવા હાલ થાય છે એ વાત હદયમાં અવશ્ય રાખવી, વળી હે ભવ્ય જીવ! આ પાપાનુબંધી પુણ્યથી મળેલું દ્રવ્ય ધર્મકાર્યમાં પણ ખરચી શકાતું નથી એમ અવધારીએ એટલે નિશ્ચય કરીએ. હવે બીજું પુણ્યાનુબંધી પુણ્યનું સ્વરૂપ કહીએ છીએ, તે આ પ્રમાણે તે પુણ્ય ઘણું દુર્લભ છે એટલે બધા જ સહેજે ન બાંધે માટે તે મુશ્કેલ છે એમ જાણવું, કારણકે આ પુણ્યાનુબંધી પુણ્ય ધનમાં વધારો કરે છે, વળી તેને સ્થિર કરે છે એટલે તેની પાસેથી ધન જતું રહેતું નથી. આ પુણ્યથી ધન રહિતને પણ ધનની પ્રાપ્તિ થાય છે. ૭૬
આવું પુણ્ય શાથી બંધાય? તે કારણે જણાવે છે – જીવદયા વૈરાગ્ય વિધિએ પૂજ્ય કેરી પૂજા, શીલવૃત્તિ નિર્મલ અન્યને કરતાં નહી સંતાપના; કરતાં દમન નિજચિત્તનું શુભ લાભ પરને આપતાં, પુણ્યાનુબંધિ પુણ્ય બાંધે ધન્ય પુરૂષે બાંધતાં. ૭૭
અર્થ –(૧) બધા જેની ઉપર દયાભાવ રાખવે, (૨) વૈરાગ્યભાવ ધારણ કરે. (૩) વિધિ પૂર્વક પૂજ્ય એટલે પૂજવા લાયક પ્રભુ દેવાદિની પૂજા કરવી. (૪) નિર્મલ એટલે વિશુદ્ધ શીલવૃત્તિ રાખવી, વળી (૫) બીજાને સંતાપના એટલે