________________
ભાવના કપલતા
૧૦૧
કે કેઈ મને જોતું નથી, ત્યારે તે ધનને તે જગ્યાએ દાટે છે અને બહાર બીજા કેઈને શક (વહેમ) ન પડે તેવી રીતે બરોબર વ્યવસ્થા કરે છે. આ પ્રમાણે ધનના લેભીને એટલે ધન ઉપર મમતાવાળા જીને જરા પણ શાંતિ હતી નથી. ૭૪ તનથી કરે પર કાર્ય પણ તે ત્યાંજ રાખે ચિત્તને, પરદેશમાં જાવા ન ચાહે દ્રવ્ય કેરા સ્થાનને; અપર દેખે કે ગ્રહે ધન તે બરાડા પાડીને, રતાં રડાવે અન્યને પામે કદાપિ મરણને. ૭૫
અર્થ--તે ધન લેભી જીવનું તનથી એટલે શરીરથી પરકાર્ય એટલે બીજાં કામ કરતાં પણ તેનું ચિત્ત તે ત્યાં જ એટલે જ્યાં ધન દાઢ્યું છે ત્યાં જ હોય છે, તેને પરદેશમાં જવાની ઈચ્છા થતી નથી, કારણકે તેને તેનું દ્રવ્ય કેઈ હરણ કરી જશે તેને હંમેશાં ભય રહ્યા કરે છે. જે કઈ બીજે તેના દ્રવ્યના સ્થાનને જુવે અને તેનું દાટેલું દ્રવ્ય ગ્રહણ કરે તો તે મોટેથી બરાડા પાડીને રૂદન કરવા લાગે છે. બીજાને પણ રૂદન કરાવે (રોવરાવે) છે, અને કેટલાક તો કદાચ વિલાપ કરતાં કરતાં મરણને પણ શરણ થાય છે. આથી જ ધનને અગિઆરમા પ્રાણની ઉપમા આપવામાં આવી છે. ૭૫
પુણ્યાનુબંધી પુણ્યને પ્રભાવ જણાવે છે – તીવ્ર આસક્તિ તણા એ હાલ હદયે રાખિએ, ધર્મમાં ખર્ચાય ના એ દ્રવ્ય ઈમ અવધારિએ;