________________
ભાવના ક૯પલતા
પણ દુઃખ આપે છે, કારણ કે આખો દહાડો અનેક પ્રકારના કાયિક, વાચિક અને માનસિક ઉદ્યમ કરે ત્યારે દ્રવ્ય કમાય છે. દ્રવ્ય કમાયા પછી તેને સાચવતાં પણ અનેક પ્રકારની ચિંતા કરવી પડે છે. કારણકે ભેગું કરેલું દ્રવ્ય કે રખે ચોરી જાય અથવા કઈ ઘાલી જાય, તેવી ચિંતા રહ્યા કરે છે. અને ભેગું કરેલું ધન કદાચ જતું રહે, તો પણ દુઃખ થાય છે, એટલે ધન વિના મારી શી દશા થશે ? હવે હું શું કરીશ? વગેરે પ્રકારની ચિન્તા ધન જવાથી થાય છે. આ પ્રમાણે બધી રીતે ધન દુઃખદાયી છે એવું વિચારીને ધનની ઉપર મેહ રાખીશ નહિ. ૬૩
ધનનું દોલત એવું નામ શાથી પડ્યું ? તે જણાવે છે – આવતાં પાછળ જતાં પણ લાત મારે છાતીમાં ને કારણે દોલત કહી મમતા ન કરજે દ્રવ્યમાં અગ્નિ બાળે ચેર ચોરે રાજદંડ ધન જતાં, મમતાવશેજન દુઃખ લહેવલિ ભાગિયાને વહેંચતાં. ૬૪
અર્થ –ધન આવતાં તથા પાછું જતાં એમ બે રીતે છાતીમાં લાત મારે છે. ધન આવે ત્યારે માણસની છાતી ગર્વથી કુલાય છે. એટલે વાંસામાં દોલત મારે, તેથી છાતી અક્કડ રહે છે. અને ત્યારે તે જતું રહે છે ત્યારે માણસની છાતી બેસી જાય છે. કારણકે છાતીમાં લાત મારીને દોલત જાય છે. એમ દો એટલે બે, લત એટલે લાત મારતું હોવાથી ધનનું દલિત એવું નામ કહેવાય છે. માટે તેવા પ્રકારના