________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
એટલે નાશવંત જણાય છે. એટલે તે જોતાં જોતામાં નાશ પામી જાય છે, તેવી રીતે ધન પણ વિનશ્વર જાણવું. એટલે ધન કયારે આવ્યું અને કયારે જતું રહ્યું તેની પણ ખબર નથી. જેમ કોઇ ઇન્દ્રજાલ જોવાથી જીવને તે સાચું નહિ છતાં સાચું જણાય છે અને તેથી જીવ ભ્રાન્તિમાં પડે છે તેવી રીતે ધન પણ જીવને વિભ્રમ એટલે ભ્રમણમાં નાખે છે. ઘેાડી વારમાં અમુક ઠેકાણે તા થાડી વારમાં તેને મૂકીને ખીજે ઠેકાણે ચાલ્યું જાય છે. માટે દેહની જેમ દ્રવ્યને પણ તુ અસ્થિર-ચપળ જાણુજે. આ વાત તે તદ્દન સમજાય તેવી છે. કારણ કે કેટલાય ધનવાન ગણાતા શેઠીઆએને પણ દેવાળાં કાઢવાના પ્રસંગ આવે છે. અને કેટલાય માણુસા જેને કાઇ ઓળખતું પણ હાતું નથી તેવા જીવા અચાનક પૈસાદાર પણ થઇ જાય છે, જે આપણે ઘણીવાર નજરે જોઇએ છીએ. ૬૨
८८
વિકટ ઉન્હાળા વિષે પક્ષિતણું ગળુ જેવું, સિંહની જીભ હવી તું જાણુ ધનને તેહવું; પેદા કરતા દુઃખ સાચવતાં જતાં પણ દુઃખ દીએ, એવુ વિચારી દ્રવ્ય કેરા મેાહને ઝટ ડીએ. ૬૩
અઃ—હે જીવ! ભર ઉનાળામાં જેમ પક્ષીનું ગળુ ઉંચે નીચે થયા ( હાલ્યા ) કરે છે એટલે સ્થિર રહેતું નથી, અથવા સિંહની જીભ જેમ ચપળ રહ્યા કરે છે, એટલે સ્થિર રહેતી નથી, તેમ ધનને પણુ તું અસ્થિર અથવા અનિત્ય જાણુજે. આવું અસ્થિર દ્રવ્ય પેદા કરતાં એટલે કમાતાં