________________
શ્રી વિજયપધસૂરિકૃતિ
છે. હું તે ધાતકી ખંડના છ ખંડ પણ છતું. મારી સહાયમાં આટલા બધા દેવતાઓ છે અને મેટું સૈન્ય છે તે મારે શું અસાધ્ય છે. એવા વિચારથી તેણે પિતાના ચર્મરત્નને વિસ્તારી તેના ઉપર પોતાના સૈન્યને બેસાડયું. અને દેવ પાસે તે ચર્મરત્ન ઉપડાવી લવણ સમુદ્ર ઉપર થઈને ધાતકી ખંડ પ્રત્યે ચાલ્યું. તે ચર્મરત્ન જ્યારે લવણ સમુદ્રમાં આવ્યું ત્યારે તેને ઉપાડનાર એક દેવને એવો વિચાર થયો કે આટલા બધા દે આ ચર્મરત્નને ઉપાડે છે, તેમાંથી હું એકલો જે આને મૂકી દઉં તે તેથી તે દરીયામાં પડશે નહિ. એ પ્રમાણે વિચાર કરી તેણે તે ચર્મરત્ન મૂકી દીધું. આજ વિચાર તે ચર્મરત્ન ઉપાડનાર બધા દેને પણ આવ્યું, તેથી બધા દેએ ચર્મરત્ન એકજ વખતે મૂકી દીધું. જેથી સુભૂમ ચક્રવતી પિતાના બધા સૈન્ય સાથે સમુદ્રમાં ડૂબીને મરણ પામ્યા. મરીને નરકે ગયા. આ પ્રમાણે પાપાનુબંધી પુણ્યથી મેળવેલી મેટી ઋદ્ધિ છતાં તે તેને ઉપયોગ કરી શક્યો નહિ.
મમ્મણ શેઠની પણ બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી:એક વખત રાત્રે શ્રેણિક રાજા અને ચેલ્લણું રાણું મહેલના ગોખમાં બેઠેલ છે. તે વખતે મુશળધાર વરસાદ પડી રહ્યો હતે. અને ઘેર અંધારું હતું. તે વખતે વિજળીના ચમકારામાં ચેલણ રાણીએ સામે આવેલી નદીના પાણીમાં એક માણસને તણાઈ આવેલાં લાકડાં વીણત જે. તે જોઈને ચલ્લણ શ્રેણિકને કહેવા લાગી કે તમારા રાજ્યમાં આવા પણ દુ:ખી માણસો છે કે જેઓ આવી અંધારી રાતે જ્યારે