________________
ભાવના કલ્પલતા
અર્થ-શિષ્ય ગુરૂને પ્રશ્ન કરે છે કે આવા પ્રકારનું અસ્થિર દ્રવ્ય કઈ રીતે નિશ્ચલ એટલે સ્થિર, અને કલ્યાણનું કારણ તથા શુભવિપાક એટલે સારા ફળને આપનારું બને તે મને કૃપા કરીને જણાવે. તે વખતે ગુરૂ મહારાજ જવાબ આપે છે કે-તેવા ઘણા પ્રકારના સાધનો છે, પરંતુ પુણ્યવંત જીવને તેવા પ્રકારના સાધનેને મેલાપ થાય છે. એટલે પુણ્યશાલી છે તેવી અનુકૂળ સામગ્રીને પામે છે. બીજા જેવો પામી શકતા નથી. ૬૮ જે પુણ્યથી ધન પામિએ બે ભેદ ભાખ્યા તેહના, પાપાનુબંધી પુણ્ય વલી પુણ્યાનુબંધી ભૂલ ના; પાપાનુબંધી પુણ્યથી ધન પામનારા નર ઘણાં જાણિએ દષ્ટાંત પુષ્કલ સુબૂમ મમ્મણ પ્રમુખના. ૬૯
અર્થ—શ્રી જિનેશ્વર પ્રભુએ જે પુણ્ય વડે ધનની પ્રાપ્તિ થાય છે તે પુણ્યના બે ભેદે કહ્યા છે. (૧) એક તો પાપાનુબંધી પુણ્ય અને (ર) બીજું પુણ્યાનુબંધી પુણ્ય. તેમાં પ્રથમ પાપાનુબંધી પુણ્યથી દ્રવ્ય મેળવનારા ઘણા છો છે. અને તે વિષે દાન્તો પણ ઘણું છે. પરંતુ તે પૈકી અહીં સુભૂમ ચકવર્તી અને મમણ શેઠ વગેરેનાં દષ્ટાને જાણવા જેવા છે.
સુભૂમ ચકવતની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. આ આઠમા ચકવતી' હતા. તે છ ખંડ પૃથ્વી જીતને ચકવતી થયા. પરંતુ તેટલાથી પણ તેમને સંતોષ ન થયું. તેથી વિચારવા લાગ્યા કે સઘળા ચકીઓ છ ખંડ પૃથ્વી તો જીતે