________________
૯૮
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
તે દ્રવ્ય વડે તેઓ સુકૃત એટલે ઉત્તમ ધર્મના સારાં કાર્યો રજ એટલે જરા માત્ર પણ કરતા નથી, વળી તે પેાતાના પૈસા ઉપર ઘણે! મમત્વ ( મેહ ) રાખે છે. તેઓ રખે અમારૂં ધન ચારો ચરી જાય તેવા ભય રાખ્યા કરે છે. રાજા પણ કયારે અમારૂં દ્રવ્ય હરી લેશે તેની શંકાથી ભય પામ્યા કરે છે, પેાતાના દ્રવ્યના ભાગીદારથી ડરે છે, માગણને જીવે તેા પણ રખેને કાંઇ દેવું પડશે, તેવા ભય રાખ્યા કરે છે. વળી પાતાની શિત હાય તે છતાં ધર્માદાના અથવા પુણ્યના કાઇ કાર્યની ટીપમાં પણ દ્રવ્ય ભરતા ( આપતા ) નથી. ૭૦
વળી કેાઈ
ધનની મૂર્છાથી જીવ શુ શુ કામ કરે છે? તે પાંચ શ્લાર્કમાં જણાવે છે:
યુકિત પ્રયુકિત કરી દ્રવિણ મુજ સાધુ ધાર્મિક માર્ગમાં, ખર્ચાવશે એ આશયે ના જાય મુનિની પાસમાં તિમ ગાઢ સૂર્છાથી વિચારે અગ્નિ આ ધન માળશે, જલરેલ વળી તાણી જશે ચારાદિ તિમ ચારી જશે. ૭૧
અ:—જો હું સાધુ મુનિરાજની પાસે જઈશ તા સાધુ મહારાજ યુક્તિ પ્રયુક્તિ વડે ગમે તેમ સમજાવીને મારો પૈસા ધર્મના માર્ગોમાં એટલે જીવદયા વગેરેની ટીપમાં ખર્ચાવશે એટલે વપરાવશે. આવું વિચારીને તે ઉપાશ્રયમાં સાધુ મહારાજ પાસે જતા નથી. વળી ધન ઉપર ગાઢ એટલે આકરી મૂર્છા હાવાથી તે એવા વિચારો કરે છે કે અગ્નિ મારૂં આ ધન આળી તે નહિ નાખેને ! જલરેલ એટલે પાણીની રેલ મારા