________________
ભાવના ક૯૫લતા
ઘરમાંથી બહાર નીકળવું પણ ન ગમે તે વખતે વરસતા વરસાદમાં ટાઢની અંદર લાકડાં વણે છે? માટે તમારે તેવા માણસનું દુઃખ દૂર કરવું જોઈએ. તે ઉપરથી શ્રેણિકે પોતાના માણસને મોકલીને તે માણસને પોતાની પાસે બોલાવ્યો. તેણે આવીને રાજાને કહ્યું કે મારું નામ મમ્મણ છે. મારે ઘેર રત્નના બે બળદ છે, તેમાં એક બળદના શીંગડામાં રત્ન ખૂટે છે. તેને માટે હું આવી રાત્રે લાકડાં વીણું છું. વળી પૈસા ભેગા કરવા માટે હું ચોળા અને તેલ ખાઉં છું. તથા મારા માણસોને પણ તેજ બે રાક આપું છું. રાજા બીજે દિવસે તેને ઘેર રત્નના બળદ જેવા ગયે. જે જોઈને તે છક થઈ ગયો. કારણ કે તેના સરખાં કીંમતી રત્ન પિતાના રાજ્ય ભંડારમાં પણ નહોતા. શ્રેણિકને આ માણસની ભયંકર કંજૂસાઈથી આશ્ચર્ય થયું. આની પાસે આટલું ધન છે તે છતાં સારૂં ધાન્ય પણ ખાતો નથી, વસ્ત્ર પણ ફાટતુટ પહેરે છે. પરંતુ લેભ માણસને નહીં કરવાનાં કાર્યો કરાવે છે. એ પ્રમાણે મમ્મણ શેઠે પાપાનુબંધી પુણ્યથી ઘણું દ્રવ્ય મેળવ્યું. તે છતાં તે તેને ધર્મના કાર્યોમાં ઉપયોગ કરી શક્યો નહિ. ૬૯ પૂર્વના પુણ્ય કરી લક્ષ્મી લહે તેવા ને, સુકૃત રજ ના આચરે બહુ મેહ રાખે દ્રવ્યનો; ચોર નરપતિ ભાગિયાથી યાચકોથી પણ ડરે, ધર્મ કેરી ટીપમાં શક્તિ છતાં પણ ના ભરે. ૩૦ ' અર્થ–ઉપર કહેલા પાપાનુબંધી પુણ્યવાળા મનુષ્ય પૂર્વભવમાં બાંધેલા પુણ્યના ગે લમી મેળવે છે, તો પણ